• રવિવાર સાંજ સુધીમાં બાંગ્લાદેશ અને અડીને આવેલા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે
  • વાવાઝોડુ મુંબઈના કિનારા સુધી પહોંચવાની શક્યતા ઓછી છે
  • આ વાવાઝોડુ આ વખતે મુંબઈ અથવા પશ્ચિમ કિનારે અસર કરશે નહીં

વાવાઝોડું રેમલને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. એવી શક્યતાઓ છે કે આ વાવાઝોડાનું તોફાન રવિવાર સાંજ સુધીમાં બાંગ્લાદેશ અને અડીને આવેલા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે. જો કે, આ દરમિયાન, હવામાન વિભાગ એટલે કે IMD એ મુંબઈ માટે રાહતના સમાચાર આપ્યા છે. વિભાગનું કહેવું છે કે તોફાનને લઈને મુંબઈ માટે કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.

વાવાઝોડુ મુંબઈના કિનારા સુધી પહોંચવાની શક્યતા ઓછી છે

[[$googlead]]

એક અહેવાલ મુજબ હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે તોફાન મુંબઈના કિનારા સુધી પહોંચવાની શક્યતા ઓછી છે. તેમજ IMD મુંબઈના જણાવ્યા પ્રમાણે મુંબઈમાં હવામાન શુષ્ક રહી શકે છે. જોકે, રાયગઢ જેવા કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે ગુરુવાર સુધી તો વાવાઝોડાના અણસાર ન હતા અને તે બંગાળની ખાડીમાં માત્ર એક નીચા દબાણનો વિસ્તાર છે. જો તે વિકસિત થાય તો પણ, IMD એ ક્યારેય કોઈ ભારતીય કિનારે તેના લેન્ડફોલનો ઉલ્લેખ કર્યો નથી. હાલમાં સ્થિતિ એવી જ છે અને તે પછી પણ મુંબઈમાં વાવાઝોડાને લઈને સંદેશા જોવા મળી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈમાં વાવાઝોડા સાથે જોડાયેલી અફવાઓ વોટ્સએપ પર ફેલાઈ રહી છે. તેમજ ગુજરાત પર વાવાઝોડાની અસરના કોઇ અણસાર નથી.

[[$alsoread]]

આ વાવાઝોડુ આ વખતે મુંબઈ અથવા પશ્ચિમ કિનારે અસર કરશે નહીં

એક વેધર બ્લોગ ચલાવતા નિષ્ણાત કહે છે, 'તાજેતરના વિકાસને જોતા, આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ચોમાસાના પવનોના આગમન પછી બંગાળની ખાડીમાં વાવાઝોડુ બની શકે છે. તે શરૂઆતમાં ઉત્તર તરફ આગળ વધવાની ધારણા છે અને લેન્ડફોલના સ્થાનની પુષ્ટિ થવાની બાકી છે. તેમણે કહ્યું, 'જોકે, આ વાવાઝોડુ આ વખતે મુંબઈ અથવા પશ્ચિમ કિનારે અસર કરશે નહીં. આવી સ્થિતિમાં મુંબઈમાં ગરમી અને ભેજવાળી સ્થિતિ યથાવત રહે તેવી શક્યતાઓ છે.

બંગાળની ખાડી પરનું લો પ્રેશર વિસ્તાર વધુ તીવ્ર બનશે

બંગાળની ખાડી પરનું લો પ્રેશર વિસ્તાર વધુ તીવ્ર બનશે અને રવિવાર સાંજ સુધીમાં તે બાંગ્લાદેશ અને તેની આસપાસના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ગંભીર ચક્રવાતી તોફાન તરીકે ત્રાટશે. હવામાન વિભાગે આ માહિતી આપી હતી. આ પ્રિ-મોન્સુન સિઝનમાં બંગાળની ખાડીમાં આ પહેલું ચક્રવાત છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતની નામકરણ પદ્ધતિ મુજબ, આ વાવાઝોડાને રેમલ નામ આપવામાં આવશે. ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિકે, જણાવ્યું છે કે આ સિસ્ટમ મધ્ય બંગાળની ખાડી પર દબાણવાળા વિસ્તારમાં કેન્દ્રિત થશે. તે શનિવારે સવારે વધુ તીવ્ર બનીને ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે. આ પછી, રવિવાર સાંજ સુધીમાં તે તીવ્ર ચક્રવાતી તોફાન તરીકે બાંગ્લાદેશ અને તેની નજીકના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે પહોંચશે.


  • Follow us on: