ડભોઇ તાલુકામાં નર્મદા નહેરનું પાણી આદિવાસી ગરીબ ખેડૂતના ખેતરમાં ઘૂસી જતા તૈયાર પાકને મોટાપાયે નુકસાન થયું છે.ડભોઇ તાલુકામાં સેગવા, રાજપીપળા મુખ્ય માર્ગ પહોળો કરવાનું ફોરલેન રોડનું કામ ચાલી રહ્યું છે.


કોન્ટ્રાક્ટર દ્વારા રોડની બાજુમાં માટી પુરાણ કરી પાણી નિકાલનો કાંસ પૂરી દેવાતા સાઠોદ ગામે નર્મદા વસાહત એકમાં રહેતા ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલ તુવેર તેમજ અન્ય પાકોમાં નર્મદા કેનાલ માંથી આવતું પાણી ઘૂસી ગયું હતું. ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલ પાક લણવાની કાપવાની તૈયારીમાં પાણી ઘુસી જતા ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. એક બાજુ કોન્ટ્રાક્ટર દ્વારા માટીપુરાન કરી દેવાતા પાણી નિકાલ થવાનો માર્ગ અવરોઘાયો છે જ્યારે બીજી બાજુ ગરીબ આદિવાસી ખેડૂતોના ખેતરની બાજુમાં કોઈ બિલ્ડર દ્વારા નવી કન્સ્ટ્રક્શનસાઈડ નું કામ ચાલુ કરતાં કમ્પાઉન્ડ વોલ બનાવી દેવાતા પાણી ઘેરાયા હતા. ખેડૂતોનું કહેવું છે કે ભર ઉનાળામાં જો આટલું પાણી ઘેરતું હોય તો ચોમાસામાં શું હાલત થશે અમારી ખેડૂતોએ થયેલ નુકસાનની યોગ્ય વળતર ની માગણી કરી છે પહેલેથી કોઈ લેવલ કામ કરેલું નહીં તેને લઈને હાલ ખેડૂતોને નુકસાની વેચવાનો વારો આવી રહ્યો છે ચોમાસા દરમિયાન તો ખેડૂતોને મોટા પાયાનું નુકસાન થશે જો વહેલી તકે લેવલ નહીં કરવામાં આવે તો ડભોઇ આ રોડ વિવાદોમાં જ રહ્યો છે પહેલી તો કે કામ પણ પૂર્ણ થાય તેવી પણ રાહ જોઈને વાહન ચાલકો બેઠા છે અને ખેડૂતોની મુશ્કેલીનો પણ વહેલી તકે નિકાલ આવે એવી ખેડૂતો રાહ જોઈને બેઠા છે.


  • Follow us on: