રમજાન માસના 21મા રોજાના દિવસે સૈયદ હઝ. શેરઅલી ખુદા સ.અ.ના ઉર્સ પ્રસંગે ડભોઇ જામા મસ્જિદના પેશ ઈમામ મૌલાના અનવર અશરફી તેમજ દાતાઓ દ્વારા રોજદારો માટે સુંદર રીતે ઈફ્તારી પાર્ટી અને ઉર્સની ઉજવણી કરાઇ હતી.
ડભોઇના મુસ્લિમ વિસ્તારમાં રમજાન માસમાં મસ્જિદોમાં સમૂહ ઈફ્તારીના કાર્યકમો યોજાઇ રહ્યાં છે. પવિત્ર રમજાનના બે તબક્કા પૂર્ણ થયા છે. ત્યારે મસ્જિદોમાં સમૂહ ઇફ્તારીનો ધમધમાટ છે. મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમજાન માસ અંતિમ તબક્કા તરફ છે. ત્યારે મસ્જિદોને શણગારાઇ છે. જ્યારે કે 21માં રોજાના દિવસે સૈયદ હઝ. મૌલાના શેરે ખુદા સ.અ.ના વિશાલ ઉર્સ પ્રસંગે ડભોઇ જામા મસ્જિદ ખાતે વિશેષ ઈફ્તારી પાર્ટી યોજાઇ હતી. ત્યારે કે, પવિત્ર રમજાન માસ દરમિયાન રોજા નમાજ તરાવીની વિશેષ નમાઝ સમયે મસ્જિદોમાં ભીડ થાય છે. બંદગીમય વાતાવરણમાં સાંજે રોઝા છોડવાના સમયે મસ્જિદોમાં ઈફ્તારી પ્રોગ્રામ યોજાય છે. નવી નવી વાનગીથી રોજદારોનું મો મીઠું કરી ઈફ્તારી કરાવે છે. વર્ષનું હૃદય રમજાન છે. રમજાન માસના ત્રીસ દિવસના રોજા હોય છે. પ્રથમ દસ દિવસ રહેમતના માને છે. વચ્ચેના દસ દિવસ માફી ના હોય છે. અને છેલ્લા દસ દિવસ મુક્તિ માટેના હોય છે. કોઈ લાભથી વંચિત ન રહી જાય તે માટે પૂરા માસના રોજા બાલિક સિવાય દરેક માટે પુરા માસના રોજા નમાજ તરાહબી સાથે દાન જકાત કે ખેરાત આપવાનું મહત્વપૂર્ણ છે. પોતાની હેસીયતમુજબ મસ્જિદમાં વિવિધ વાનગીઓ લાવી રોજદારોના રોજા ખોલાવે છે. ત્યારે ડભોઇ જામા મસ્જિદ ખાતે મૌલાના અનવર અશરફી તેમજ દાતાઓ દ્વારા ઈફ્તારીનો કાર્યક્રમ યોજાયો હતો.










