• વીજ વાયરો સરખા કરવા ખેડૂતોની માગ

  • એમ.જી.વી.સી.એલ પ્રી-મોન્સુન કામગીરી ડભોઇ શહેર તાલુકામાં કરી રહી છે
  • ખેતરમાં ઊભેલા પાકને કાપવા પણ ખેડૂતને તકલીફ્ ઉભી થાય છે

ડભોઈ તાલુકા ધરમપુરીમાં ઝુલતા વીજ વાયરોથી ખેડૂતોને જીવનું જોખમ તોળાઇ રહ્યું છે. તો એમ.જી.વી.સી.એલનું તંત્ર નિંદ્રામાં પોઢી રહ્યું છે તેવી ચર્ચા છે. એમ.જી.વી.સી.એલ પ્રી-મોન્સુન કામગીરી ડભોઇ શહેર તાલુકામાં કરી રહી છે. તેમ છતાંય વીજ ધાંધિયાથી લોકો પરેશાન છે. ડભોઇ તાલુકાના ધરમપુરી સિમમાં એક ખેડૂત દ્વારા કૂવા પર કનેક્શન લેવામાં આવેલ જેના વિજ વાયરો નીચે લટકતા હોવાને લઈને ખેડૂતોને પોતાના ખેતરમાં કામગીરી કરવામાં અડચણ ઉભી થાય છે. ખેતર માલિક દ્વારા એમ.જી.વી.સી.એલના વિસ્તારના હેલ્પરને અનેકવાર રજૂઆત કરવા છતાં લાઈન ખેંચી ઊંચી કરવામાં આવતા નથી. હવે ખેતીની સિઝન ચાલુ થશે. વરસાદમાં જીવનું જોખમ વધુ બનશે. એમ.જી.વી.સી.એલના અધિકારીઓ પોતાની એ.સી. ચેમ્બર છોડી ધરમપૂરી સીમમાં લટાર મારી લાઇનની ઉંચી કરી ખેડૂતને નવી સિઝન માટે ખેડૂતને જીવના જોખમમાંથી બચાવે એ જ સમયની માગ છે. ખેતરમાં ઊભેલા પાકને કાપવા પણ ખેડૂતને તકલીફ્ ઉભી થાય છે. આવનાર ખેતીની સિઝન અને વરસાદના બેવડા મારથી બચવા અને ખેતીની સિઝન સફ્ળ રહે એ માટે લટકતા વીજ વાયરો ઊંચા કરે એ જ સમયની માગ ઉઠવા પામી છે.


  • Follow us on: