- દાહોદ તાલુકાના અંતરિયાળ ગામોમાં શાળા પ્રવેશોત્સવ ટાણે દયનીય સ્થિતિ
- માથે ચોમાસું બેઠું છે, ત્યારે ખુલ્લા શેડ નીચે અભ્યાસ કરવા મજબૂર બાળકો
- છોટિયા ફળિયા ડુંગરા પ્રા. શાળામાં શેડ નીચે ભણતા બાળકો.
દાહોદ તાલુકાના ડુંગરી ગામની શાળામાં બે ઓરડાઓ માં એકથી આઠની શાળા ચાલે છે પરંતુ અપૂરતા ઓરડાઓના કારણે વિદ્યાર્થીઓ બહાર ભણવા મજબૂર બન્યા છે.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ 2003માં રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનું કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. રાજ્યમાં છેલ્લા બે દિવસથી 21મો શાળા પ્રવેશોત્સવ ચાલે છે. રાજ્ય સરકાર કરોડોનો ખર્ચ કરી પ્રવેશોત્સવ યોજશે સરકારના મંત્રી નેતા અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવી રહ્યા છે. પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે, ગ્રામ્ય વિસ્તારમાં શાળાઓના ઓર્ડર થયા છે કેટલીક શાળામાં ઓરડાની સંખ્યા ઓછી છે. તેમજ શિક્ષકોની પણ ઘટ છે. દર વર્ષે શાળા પ્રવેશોત્સવ યોજી મંત્રીઓ અધિકારીઓને વિવિધ જિલ્લામાં મોકલી પ્રવેશોત્સવના તાયફ કરાઇ રહ્યા છે.
પરંતુ સરકાર શિક્ષણ માટે માળખાકીય સુવિધામાં સુધારો કરતી નથી. એક બાજુ શિક્ષણ વિભાગ સૌ ભણે સૌ આગળ વધેનું સૂત્ર પોકારી રહી છે. તો બીજી તરફ્ ઘોડાઓના અભાવે વિદ્યાર્થીઓ ઉનાળો હોય કે ચોમાસુ ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ત્યારે દાહોદ જિલ્લામાં સરકારના તમામ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે
રાજયભરમાં 21માં શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાયો છે. સરકારના દાવો છે કે રાજયમાં પ્રાથમિક શાળાઓ માટે સરકાર દ્વારા કરોડોના ખર્ચે અધતન અને સ્માર્ટ શાળાઓ બનાવાઇ છે. પરંતુ દાહોદ જિલ્લામાં સરકારના તમામ દવા પોકળ સાબિત થઈ રહ્યાં છે. દાહોદની છોટિયા ફ્ળીયા ડુંગરા પ્રાથમિક શાળામાં એકથી આઠ ધોરણમાં 218 બાળકો અભ્યાસ કરે છે. પરંતુ શાળામાં માત્ર બે જ ઓરડા આવેલા છે. જેના કારણે બાળકોને બહાર ઓટલા ઉપર, મેદાનમાં પતરાના શેડ નીચે અને ધાબા ઉપર ખુલ્લામાં અભ્યાસ કરવો પડે છે. હાલ ચોમાસું છે. ત્યારે ખુલ્લામાં પાણી આવી જાય, જીવજંતુ આવે તેવા ભયની વચ્ચે નાના નાના ભૂલકાં અભ્યાસ કરી રહ્યાં છે. દાહોદ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાં સ્માર્ટ ક્લાસ તો દૂરની વાત છે. પરંતુ બાળકોને બેસવા માટે યોગ્ય છત માટે પણ ભૂલકાઓ તરસી રહ્યાં છે. પ્રવેશોત્સવની સાથે સરકાર આવા અંતરિયાળ વિસ્તારોમાં નવીન ઓરડાઓ બનાવે તે ઇચ્છનીય છે.