દાહોદમાં મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રો અને ભાણેજ સહિત કૂલ પાંચ લોકોની ધરપકડ કરાઈ હતી.દાહોદ કોર્ટમાં તેમના બંને પુત્રોના જામીન અંગે સુનાવણી હાથ ધરાઈ હતી.કોર્ટે બળવંત ખાબડ અને કિરણ ખાબડને 50 હજારના જામીન પર મુક્ત કર્યા હતાં. આ જામીન પર સ્ટે મુકવા માટે પોલીસ મેદાનમાં ઉતરી હતી.કોર્ટે પોલીસની અરજી ફગાવી મંત્રીના પુત્રોના જામીન મંજૂર રાખ્યા હતાં. પોલીસે વધુ એક ફરિયાદ અંતર્ગત મંત્રી બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડની ધરપકડ કરી હતી અને રિમાન્ડ પર સોંપાયો હતો.મંત્રી બચુ ખાબડના વધુ એક પુત્ર બળવંત ખાબડ સામે વધુ એક ફરિયાદ થતાં તેની પણ ધરપકડ કરવામાં આવી છે.
બળવંત ખાબડની પોલીસે ફરી ધરપકડ કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બીજા પુત્ર બળવંત ખાબડ સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભાણપુર ગામે મંજૂર કામોમાંથી 11 કામો બાકી હોવા છતાં બાકી કામોનું પણ બિલ પાસ કરાવ્યાની ફરિયાદ દાખલ થઈ છે. બળવંત ખાબડની એજન્સીને રૂ.33.86 લાખ ચૂકવાયા હોવાની ફરિયાદ કરાઈ છે. 3 દિવસ પહેલાં જામીન પર મુક્ત થયેલા બળવંત ખાબડની પોલીસે ફરી ધરપકડ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
અગાઉ કોર્ટે મંત્રી બચુ ખાબડના બંને પુત્રોના જામીન મંજૂર રાખ્યા હતાં
અગાઉ પોલીસે મંત્રી બચુ ખાબડના બંને પુત્રોને મળેલા જામીન સામે સ્ટે આપવા કોર્ટમાં અરજી કરી હતી.પોલીસની અરજી અંગેની સુનાવણીમાં કોર્ટે જામીન પર સ્ટેની અરજી ફગાવી હતી.કોર્ટે મંત્રી બચુ ખાબડના બંને પુત્રોના જામીન મંજૂર રાખ્યા હતાં.કોર્ટે 50 હજારના જામીન પર બળવંત અને કિરણ ખાબડને જામીન આપ્યા હતાં.મંત્રી બચુ ખાબડ સચિવાલયમાં ગેરહાજર જોવા મળ્યા છે.આ ઉપરાંત દાહોદમાં પણ વડાપ્રધાનના કાર્યક્રમમાં પણ તેમની ગેરહાજરી જોવા મળી હતી.હવે પોલીસે વધુ એક ફરિયાદ હેઠળ કિરણ ખાબડ અને બળવંત ખાબડની અટકાયત કરતાં મંત્રી બચુ ખાબડની મુશ્કેલી વધી છે.









