દાહોદ જિલ્લામાં મનરેગા કૌંભાડને લઈ તપાસનો ધમધમાટ શરૂ થયો છે જેમાં મંત્રીના બન્ને પુત્રોના જામીન તો થઈ ગયા હતા પરંતુ વધુ એક મનરેગા કૌભાંડમાં બન્ને પુત્રોની ધરપકડ કરવામાં આવી છે, મંત્રી પુત્ર બળવંત અને કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી છે સાથે સાથે સાથે લવારીયામાં મનરેગા કૌભાંડમાં કિરણની ધરપકડ અને ભાણપૂરમાં મનરેગા કૌભાંડમાં બળવંતની ધરપકડ કરાઈ છે.
ભાણપૂરમાં 33 લાખના કૌભાંડમાં બળવંતની ધરપકડ
દાહોદ જિલ્લામાં મનરેગા કૌંભાડમાં એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યાં છે જેમાં કોર્ટે અગાઉના કૌભાંડમાં બન્નેને કોર્ટે જામીન આપ્યા હતા અને ફરીથી પોલીસે વધુ એક મનરેગા કૌભાંડમાં બન્નેને ઝડપ્યા છે. જામીન ઉપર છૂટયા બાદ લવારીયા ગામે થયેલ મનરેગા કૌભાંડમા નાના પુત્ર કિરણ ખાબડની પોલીસે ગઇકાલે કરી હતી ધડપકડ અને DRD દ્વારા ભાણપૂર ખાતે મનરેગામાં 33 લાખના કૌભાંડાં ગુનો દાખલ કરાતા બળવંત ખાબડની પોલીસે ધરપકડ કરી છે, આ કૌંભાડમાં અન્ય કોણ કોણ સામિલ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
કિરણ ખાબડ સામે વધુ એક કૌભાંડ અંગે ફરિયાદ થઈ હતી
દાહોદમાં આચરેલા મનરેગા કૌભાંડમા જામીન મળ્યા બાદ મંત્રી બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડ સામે વધુ એક કૌભાંડ અંગે ફરિયાદ થઈ હતી. ધાનપુરના લવારિયામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં 79 કામો પૈકી 21 કામો કર્યા વગર કિરણ ખાબડે નાણા મેળવી લીધા હોવાનો આક્ષેપ કરાયો હતો. આ કૌભાંડ અંગે ફરિયાદ થતાં પોલીસે કિરણ ખાબડની અટકાયત કરી હતી. જામીન પર છૂટેલા કિરણ ખાબડની ગણતરીના સમયમાં જ અટકાયત થતાં પોલીસ એક્શનમાં આવી હતી. બચુ ખાબડના બંને પુત્રોના જામીન રદ કરવા માટે પોલીસે રિવિઝન કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
કોર્ટે મંત્રી બચુ ખાબડના બંને પુત્રોના જામીન મંજૂર રાખ્યા હતાં
અગાઉ પોલીસે મંત્રી બચુ ખાબડના બંને પુત્રોને મળેલા જામીન સામે સ્ટે આપવા કોર્ટમાં અરજી કરી હતી.પોલીસની અરજી અંગેની સુનાવણીમાં કોર્ટે જામીન પર સ્ટેની અરજી ફગાવી હતી.કોર્ટે મંત્રી બચુ ખાબડના બંને પુત્રોના જામીન મંજૂર રાખ્યા હતાં.કોર્ટે 50 હજારના જામીન પર બળવંત અને કિરણ ખાબડને જામીન આપ્યા હતાં.મંત્રી બચુ ખાબડ પુત્રોની ધરપકડ બાદ સતત સચિવાલયમાં ગેરહાજર જોવા મળ્યા છે.આ ઉપરાંત દાહોદમાં પણ વડાપ્રધાનના કાર્યક્રમમાં પણ તેમની ગેરહાજરી જોવા મળી હતી.હવે પોલીસે વધુ એક ફરિયાદ હેઠળ કિરણ ખાબડની અટકાયત કરતાં મંત્રી બચુ ખાબડની મુશ્કેલી વધી છે.









