દાહોદ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રાધ્ધા ભડંગ દ્વારા મહિલા સશક્તિકરણની ગતિને વેગ આપવાના પ્રયાસ સાથે દાહોદમાં સૌ પ્રથમ વખત હેન્ડીક્રાફ્ટ મેળાનું આયોજન કરાયુ હતુ.
જેમાં મહિલાઓ દ્વારા હાથથી બનાવેલ અવનવી ડિઝાઈનની ચીજવસ્તુઓના વેચાણ માટે અને મહિલાઓના આ ઉદ્યોગને પ્રોત્સાહન મળે તેમજ આ પ્રોત્સાહન થતી મહિલાઓ પગભેર ઉભી રહે તે માટે દાહોદ શહેરમાં 20 ઓક્ટોમ્બર રવિવારના રોજ પ્રસંગ પાર્ટી પ્લોટ, ગોવિંદનગર, દાહોદ ખાતે ખુશીઓની આતશબાજી મેળાનું આયોજન કરાયું હતું. જેનો લઘુ ઉદ્યોગ સાહસિક મહિલાઓએ લાભ લીધો હતો.
દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. તેમાંય ખાસ કરીને આદિવાસી સમાજથી લઈ અન્ય જાતિની મહિલાઓ પગભર ઉભી રહી પોતાના સ્વાભિમાન સાથે સમાજમાં નામના મેળવે તે માટે શહેર સહિત જિલ્લામાં અનેક કાર્યક્રમો યોજાતાં હોય છે. ત્યારે મહિલા સશક્તિકરણની ગતિને વેગ આપવાના પ્રયાસ સાથે ખુશીઓની આતિશબાજી હેન્ડીક્રાફ્ટ મેળાનું આયોજન દાહોદ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રાધ્ધા ભડંગ દ્વારા દાહોદ શહેરના પ્રસંગ પાર્ટી પ્લોટ, ગોવિંદનગર ખાતે તારીખ 20મી ઓક્ટોમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉઘ્દાટન બ્લાઈન્ડ વેલફેર કાઉન્સિલના સેક્રેટરી યુસુફીભાઈ કાપડીયા અને દિવ્યાંગ બાળકોના હસ્તે કરાયુ હતુ.આ મેળામાં દાહોદ શહેરમાં પ્રથમ વખત ઘરેથી ઉદ્યોગ કરતી મહિલાઓને પ્લેટફેર્મ આપવાના હેતુથી બહેનો દ્વારા, બહેનો માટે હેન્ડીક્રાફ્ટ મેળો જેમાં બામ્બુ, લિપણ આર્ટ, હેન્ડીક્રાફ્ટ, સાડી, ડ્રેસ, જ્વેલરી, નાસ્તા અને દિવાળીને લગતી બીજી બધી વસ્તુઓ એકજસ્થળે ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 30 થી 35 મહિલાઓએ 16 જેટલા સ્ટોલ લગાવ્યા હતા .