લીમખેડા તાલુકાની 8 જેટલી પ્રાથમિક શાળામા આજે સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે રૂા.4.05 કરોડના ખર્ચે તૈયાર થનાર 45 જેટલા ઓરડાનું ખાતમુહૂર્ત કરાયું હતું.


દાહોદ જીલ્લામા શિક્ષણનું સ્તર સુધારવા રાજ્ય સરકાર શાળાઓને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સતત પ્રયત્ન કરવામા આવી રહ્યો છે. ત્યારે લીમખેડા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમા રાજ્ય સરકાર દ્વારા નવિન ઓરડાઓ બનાવવાની મંજુરી આપવામા આવેલ છે. જે મંજુરી મળતા શિક્ષણ વિભાગ દ્વારા ઓરડાઓના ખાતમુહૂર્ત કરવાની કામગીરી શરૂ કરાઇ છે. ત્યારે આજે લીમખેડા તાલુકાની 8 જેટલી પ્રાથમિક શાળાના 45 ઓરડાના ખાતમુહૂર્ત કાર્યક્રમ દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમા વડેલા-10, ઢઢેલા-6, બાર-4, વિસલંગા-5, દેવધી-3, જાદાખેરીયા-7, કથોલીયા-4, ચીલાકોટા-6 ઓરડા મળી કુલ 45 ઓરડાઓનુ ખાતમુહૂર્ત કરાયું હતું. ખાતમુહૂર્ત કાર્યક્રમમા જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત પ્રમુખ, લીમખેડા તાલુકા ભાજપ મહામંત્રી અનિલ શાહ સહિત મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


  • Follow us on: