- પાંચ મે,સાંજે પાંચ વાગ્યાથી જાહેર પ્રચાર બંધ થશે
- 5 અને 6 મેની રાતો કતલની રાતો,કાર્યકરો ગામડા ખૂંદશે
- લોકસભાની સામાન્ય ચૂંટણીને લઇ દાહોદ જિલ્લામાં 9 ઉમેદવારો મેદાનમાં
દાહોદ જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણીને લઇ તમામ પક્ષો દ્વારા હાલ જોર સૌથી પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો.જેને આડે હવે ગણતરીના કલાકો જ છે.ત્યારે તારીખ 5 મેના રોજ સાંજે 5 વાગ્યાથી જાહેર પ્રચારના પડઘમ શાંત થઈ જશે.ત્યારબાદની બે રાતો કતલની રાતો હશે.
લોકસભાની સામાન્ય ચૂંટણીને લઇ દાહોદ જિલ્લામાં 9 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે નવે નવ ઉમેદવારો છે.મુખ્ય ચુંટણી જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે ત્યારે બંનને ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવ્યુ છે.ભાજપે તો સામ,દામ,દંડ અને ભેદની નિતી વાપરી આખાયે વિસ્તારમાં કાર્યકરોની ફેજ ઉતારી દીધી છે.કોંગ્રેસ પણ જોર લગાવી રહ્યુ છે પરંતુ સ્થાનિક સ્વરાજ્યમાં ભગવારાજ હોવાથી તેનો પનો થોડો ટૂંકો પડતો હોય તેમ લાગી રહયુ છે.










