દાહોદમાં આચાર્ય લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પીપોદરા પ્રાથમીક શાળાના આચાર્ય વાહન ભાડાના કમિશન પેટે ફરીયાદી પાસે રુપિયા 14,000ની લાંચ માંગી હતી. દાહોદ ACBએ પીપોદરા પ્રાથમિક શાળાના આચાર્યને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો છે.
આચાર્ય ગોપાલ ચમારની એસસીબીએ કરી ધરપકડ
મળતી માહિતી મુજબ, ધાનપુર તાલુકાની પીપોદરા મુખ્ય પ્રાથમીક શાળાના આચાર્યેને દાહોદ એસસીબીએ લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. વાહન ભાડાના કમિશન પેટે ફરીયાદી પાસે રુપિયા 14,000ની લાંચ માંગી હતી. લાંચની રકમ સ્વીકારતા આચાર્યને એસસીબીએ ઝડપાયો છે. આરોપી આચાર્ય ગોપાલ ચમારની એસસીબીએ ધરપકડ કરી છે. આરોપી આચાર્ય મુળ અરવલ્લી જિલ્લાના મેઘરજના વતની છે. હાલમાં પીપોદરા ગામની શાળામાં વર્ગ-3ના આચાર્ય શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો.
ફરીયાદી પાસે રુપિયા 14,000ની માંગી હતી લાંચ
ફરિયાદીએ શાળામાં બાળકોને લાવવા-મૂકવા માટે પોતાનું ફોરવ્હીલ વાહન ભાડે આપ્યુ હતુ. ફરિયાદીના બેંક ખાતામાં વાહન ભાડા પેટે ₹28,590 જમા થયા હતા. આ રકમમાંથી આરોપી આચાર્યે કમિશનના નામે ₹14,000ની લાંચની માગણી કરી હતી. આરોપીની વારંવારની માગણીથી કંટાળેલા ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. એસીબીએ બે સરકારી પંચોની હાજરીમાં છટકું ગોઠવ્યું હતું. શાળાની ઓફિસમાં ફરિયાદી અને પંચની હાજરીમાં આરોપીએ ₹14,000ની લાંચ સ્વીકારતા એસીબીએ તેમને રંગેહાથ ઝડપી પાડ્યા છે. ACBએ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક
ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.









