દાહોદમાં તા.26મી મેના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યાં છે. જેની તૈયારીઓના ભાગરૂપે અને ખાસ કરીને સુરક્ષાને ધ્યાને રાખી ઈન્ડીયન એરફોર્સ દ્વારા દાહોદ નજીક આવેલા હેલીપેડ ખાતે હેલીકોપ્ટર મારફ્તે રિહર્સલ કરવામાં આવ્યું હતું. સુરક્ષા દળો દ્વારા હેલીપેડ તેમજ વડાપ્રધાનના કાર્યક્રમ સ્થળે હાલ બાજ નજર પણ રાખવામાં આવી રહી છે.
દાહોદમાં વડાપ્રધાન મોદીના આગમનને લઈ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી દ્વારા દાહોદમાં રેલ્વેના પ્રોડક્શનનું ઉઘ્દાટન સહિત કેટલાંક કામોનું ખાતમુહુર્ત પણ કરવામાં આવનાર છે. દાહોદમાં વડાપ્રધાન મોદીના આગમન સાથે દાહોદ જિલ્લાવાસીઓમાં આતુરતા સાથે આનંદ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે તૈયારીઓના ભાગ રૂપે દાહોદના ખરોડ (ડોકી) મુકામે જ્યાં વડાપ્રધાન જંગી જન મેદનની સંબોધશે તે જાહેર સભાના સ્થળ પર તેમજ દાહોદ જિલ્લા તેમજ દાહોદ શહેરમાં વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.










