પ્રધાનમંત્રી મોદીએ આજે ગુજરાતના દાહોદમાં એક લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે જ પ્રધાનમંત્રી મોદીએ આ પ્લાન્ટનું નિરીક્ષણ પણ કર્યું છે જે દરમિયાન તેઓ ટ્રેનના એન્જિનમાં પણ બેઠા હતા. આ પ્લાન્ટ ઘરેલુ ઉપયોગ અને નિકાસ માટે 9000 હોર્સપાવર ઇલેક્ટ્રિક એન્જિનનું ઉત્પાદન કરશે.

આજે ભારત દુનિયાનું મોટું એક્સપોર્ટર બની રહ્યું છે. ઓસ્ટ્રેલિયાની મેટ્રોમાં આપણા ગુજરાતમાં બનેલા કોચ છે. મેક્સિકો, સ્પેન, જર્મની આ દેશોમાં પણ રેલવે દ્વારા જરૂરી નાના મોટા સાધનો ભારતમાં બનીને જઈ રહ્યા છે.

દેશને વિકસિત ભારત બનાવવા માટે દેશના વિકાસ માટે જે જરૂર હોય એ તમામ આપડે ભારતમાં જ બનાવીએ એ આજના સમયની માંગ છે

ભારત આજે તેજ ગતિથી મેન્યુફેક્ચરિંગ દુનિયામાં આગળ વધી રહ્યું છે

આજે ભારત રેલ મેટ્રો અને તેના માટેની જરૂરી ટેક્નોલોજી બનાવીએ પણ છે અને દુનિયામાં એક્સપોર્ટ પણ કરીએ છે


દાહોદમાં પીએમ મોદીએ કહ્યું કે, ભારત પોતાના દમ પર રેલ-મેટ્રો માટે ટેકનોલોજી વિકસાવી છે

દાહોદમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, 'આજે ભારત માત્ર રેલ્વે, મેટ્રો અને તેના માટે જરૂરી ટેકનોલોજીનું ઉત્પાદન જ નથી કરતું પરંતુ તેની નિકાસ પણ દુનિયાને કરે છે.' આપણું દાહોદ આનો જીવંત પુરાવો છે.