ખેડા જીલ્લામાં આવેલ ડાકોરમાં બિરાજમાન રાજા રણછોડરાયનો અનેરો મહીમા છે. જેઠ માસની પૂનમને બુધવાર તા.11/6/2025 ના રોજ સવારે 5.15 વાગે મંગળા આરતી થશે.જે બાદ સવારે 8.30 વાગ્યા સુઘી દર્શન ખુલ્લા રહનાર હોઈ દર્શનાર્થીઓ લાભ લઈ શકશે.સવારે 8.30 થી 9 સુઘી રાજાઘિરાજ શ્રીરણછોડરાયજી મહારાજ બાલભોગ, શ્રુગારભોગ ગ્વાલભોગ એમ ત્રણ ભોગ આરોગવા બિરાજશે.જે દરમ્યાન દર્શન બંઘ રહેશે.સવારે 9 થી 12.30 વાગ્યા સુઘી સુઘી દર્શનાર્થીઓને દર્શન આપ્યા બાદ 12.30 થી 1 સુઘી રણછોડરાયજી મહારાજ રાજભોગ આરોગવા બિરાજશે.જે દરમ્યાન દર્શન બંઘ રહેશે. બપોરે 1 થી 2.30 સુઘી સુઘી દર્શન ખુલ્લા રહેશે.2 .30 થી3.45 વાગ્યા સુઘી દરમ્યાન દર્શન બંઘ રહેશે.બપોરે 3.45 વાગે દર્શન ખુલશે.,4 વાગ્યે ઉથ્થાપન આરતી થઈને દર્શન થઈને શયનભોગ, સખડીભોગ, દુદ્યભાત આરોગી રાજાઘિરાજ રણછોડરાયજી મહારાજ પોઢી જશે.



  • Follow us on: