- સ્ત્રી અને પુરુષોએ ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર મનાઈ
- ટૂંકા વસ્ત્રો પર મનાઈ ફરમાવતી નોટિસ મંદિરમાં લગાવાઈ
- ધર્મ અને સંસ્કૃતિને શોભે તેવા કપડા પહેરવા માટે ભક્તોને અપીલ કરી
રાજ્યમાં વધુ એક મંદિર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોર મંદિરમાં સ્ત્રી અને પુરુષોને મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. જે અંગેની નોટિસ મંદિરના પ્રવેશ દ્વાર પર લગાવવામાં આવી છે.
આ અંગે ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા ઘણાં સમયથી આ અંગેની માંગણી ઉઠી હતી. જેના પછી ડાકોર મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ વૈષ્ણવ ભાઈઓ અને બહેનોએ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં કરવા અપીલ છે.

અગાઉ દ્વારકાધીશ મંદિરમાં શ્રદ્ધાળુઓને ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દ્વારકાના જગત મંદિરમાં વ્યવસ્થાપન સમિતિએ ધર્મ અને સંસ્કૃતિને શોભે તેવા કપડા પહેરવા માટે ભક્તોને અપીલ કરી છે. દ્વારકાના જગત મંદિરમાં ઠેર-ઠેર ભક્તો સંસ્કૃતિને અનુરૂપ કપડા પહેરે તેવા બોર્ડ લગાવીને સૂચના આપવામાં આવી છે.
જ્યારે ગુજરાતમાં પણ બનાસકાંઠાના અંબાજી મંદિર તેમજ શામળાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર જો ભાવિ ભક્તો ટૂંકા વસ્ત્રો પહેરીને આવી જાય તો ઘણા મંદિરોમાં ધોતી અને પીતાંબર વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત









