દમણના દાભેલમાં 200થી મકાનો અને 2 ગેરકાયદે બિલ્ડિંગ પર દમણ પ્રશાસન દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગેરકાયદે દબાણ પર ડિમોલિશનની કામગીરીને લઇ દાભેલમાં ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


[[$googlead]]

દમણના દાભેલમાં પ્રસાસનનું બુલડોઝરની કામાગીરી તેજ કરવામાં આવી છે.  200થી વધુ રૂમોવાળી ચાલી અને બે ગેરકાયદેસર બિલ્ડીંગને તોડી પડાયા છે. ગેરકાયદેસર બાંધકામને લઇ તંત્ર દ્વારા નોટિસ અપાઈ હતી. સ્થાનિકોને મકાનો ખાલી કરવા 15 દિવસ પેહલા અલ્ટીમેટમ અપાયું હતું, જે બાદ આજરોજ પોલીસ બદોબસ્ત વચ્ચે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઇ છે. પોલીસ કાફલા વચ્ચે દમણ પ્રસાશને ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવીને બાંધકામ તોડી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ, પ્રશાસને થોડા દિવસ પહેલા જાહેર કરાયેલા ડ્રાફ્ટ નોટિફિકેશનના અમલવારી અંતર્ગત આ ડિમોલીશન હાથ ધર્યું છે. તેમાં માર્જિનમાં આવતાદાભેલમાં 200થી મકાનો અને 2 ગેરકાયદે બિલ્ડિંગ પર ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે.

[[$alsoread]]

  • Follow us on: