- શિક્ષકો દ્વારા બાળકો પાસે સાફ સફાઇ કરવાના બહાને મજૂરી
- જિલ્લા શિક્ષણ અધિકારીએ યોગ્ય કાર્યવાહી કરવાની જાહેરાત કરી
- મંત્રીએ ડાંગ વહીવટી તંત્રની સંકલન મિટિંગમાં જવાબ માગ્યો હતો
ડાંગ જિલ્લામાં પ્રાથમિક શાળાના બાળકો પાસે મજૂરી કરવાતો વિડીયો વાયરલ થયો છે. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ રેતી ભરેલા તગારા માથા પર લઈને અને લોખંડની ટ્રોલી વહન કરતા દેખાઈ રહ્યા છે. આ વિડીયો ડાંગ જિલ્લાના આહવા તાલુકાની રાવચોન્ડ પ્રાથમિક શાળાનો છે. પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા બાળકો પાસે સાફ સફાઇ કરવાના બહાને મજૂરી કરાવતા હોવાનું જાણવા મળ્યું હતું. બાળકો પાસે લોખંડની ભારે ટ્રોલીમાં રેતી અને અન્ય સામાનનો હેરાફેરી કરાવવામાં આવતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. બાળકો પાસે આ પ્રકારનું કામ કરાવવાનું ખોટું છે. મંત્રીએ ડાંગ વહીવટી તંત્રની સંકલન મિટિંગમાં જવાબ માગ્યો હતો. ભૂલકાઓ માથે રેતીભરેલા તગારા અને લોખંડની ટ્રોલી વહન કરતા વિડીયો બાબતે સંકલન સમિતિમાં મુદ્દો ઉઠાવવાની વાત પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ કરેલી વાત ને ધ્યાનમાં લઈ ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી નરેન્દ્ર ઠાકરે રાવચોન્ડ પ્રાથમિક શાળાએ બનેલ બનાવમાં તપાસ કરી કસૂરવાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. જિલ્લા શિક્ષણ અધિકારીની વાતથી વાલીઓએ રાહત અનુભવી છે.











