- ગીરીમથક સાપુતારમાં વરસાદનું આગમન
- સાપુતારા સહિત આસપાસના ગામોમાં વરસાદ
- વલસાડના કપરાડા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ
દક્ષિણ ગુજરાતના મહત્વના જિલ્લાઓ ડાંગ અને વલસાડ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી કાળઝાળ ગામીર વર્તાઇ રહી છે ત્યારે આજે ડાંગ અને વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને અનેક સ્થળોએ વરસાદ થયો છે. ડાંગ જિલ્લામાં આવેલ ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે વરસાદનું આગમન થયું છે.

ગરમી અને બફરાથી મળી મુક્તિ
હવામાન વિભાગની માહિતી અનુસાર ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આખા દિવસની ગરમી અને બફારા બાદ સાપુતારા અને આજુબાજુના ગામોમાં વરસાદ શરૂ થયો હતો. વરસાદ થવાને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો
તો ડાંગની સાથે સાથે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વલસાડના કપરાડા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ થયો છે. કપરાડા તાલુકાના સુથાળપાડા, વડોલી, રાનવેરી ગામોમાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો, અચાનક આવેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. તો વધુમાં, આગામી ટૂંક દિવસોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.









