- વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે મુકી પોસ્ટ
- સમગ્ર ભારતમાં પ્રવાસીઓને કર્યો અનુરોધ
- મોનસુનમાં ડાંગના પ્રાકૃતિક સૌંદર્યને માણવા અનુરોધ
ગુજરાતનું ડાંગ જિલ્લામાં આવેલું એક માત્ર ગિરિમથક એટલે કે સાપુતારા. પોતાના અદ્વિતીય કુદરતી સૌંદર્ય માટે સાપુતારા દેશ દુનિયામાં જાણીતું છે. સાપુતારા ગુજરાતનાં પ્રવાસન વિસ્તારોમાં એક મહત્વનું સ્થળ પણ માનવામાં આવે છે ત્યારે વલસાડ-ડાંગ જિલ્લાના નવા ચૂંટાયેલા સાંસદ દ્વારા સાપુતારામાં વધુ પ્રવાસીઓ આવે તેને લઈને પોસ્ટ કર્યું છે.










