- કડાણા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતાં પૂરની સ્થિતિ
- આફતને કેટલાક લોકો બનાવી રહ્યા છે મજાકનું સાધન
- મહીસાગર નદીમાં સ્ટંટ બાજી કરતાં યુવકનો વિડીયો વાયરલ
કડાણા ડેમમાંથી ગઈ કાલે 9 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જે ઘટીને હાલ એક લાખ ક્યુસેક થયું છે. વણાકબોરીમાંથી વહેલી સવારે જે 9 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યા બાદ હવે તે ઘટી ને 6 લાખ ક્યુસેક થયું છે. હાલ કોઈપણ વિસ્તારમાં પાણીની અંદર લોકો ફસાયા નથી. સર્વે નાગરિકોને ઉંચાણ વાળા વિસ્તારોમાં રહેવા અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અપીલ કરી છે.
હાલ, કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે. ત્યારે, આસપાસના ગામોમાં પણ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આ આફતને કેટલાક લોકો મજાકનું સાધન બનાવી મહીસાગર નદીમાં સ્ટંટ બાજી કરી રહ્યા છે. વડોદરા નજીક ફાજલપુર પાસેથી વહેતી મહીસાગર નદીમાં જોખમી સ્ટંટ કરતા યુવકનો વિડીયો વાયરલ થયો છે.









