યાત્રાધામ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા આગામી સમયમાં આવી રહેલા દિવાળી પર્વમાં ભક્તો દર્શનો સારો લાભ મેળવી શકે તે માટે ફેરફાર કરાયો છે. દિવાળીના તહેવારોને ધ્યાને રાખી ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા દર્શન કરવા આવનાર દર્શનાર્થીઓને દર્શન કરવામાં કોઇ તકલીફ ન પડે તે માટે દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં તહેવારના આંઠ દિવસના સમયમાં વધારો કરતા ભક્તોમાં આનંદની લાગણી વ્યાપી છે.


ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રણછોડરાયજીના દર્શનમાં ફેરફાર કરાયો છે. જેમાં દિવાળી તહેવારના વાઘબારસ, ઘનતેરસ, ભાઇબીજ, દિવાળી અને બેસતા વર્ષના દિવસના સમયમાં ફેરફાર કરાયો છે. જેમાં 6.30 વાગે નિજમંદિર ખુલ્લી 6.45 ના અરસામાં મંગળા આરતી કરવામાં આવશે, 6.45 થી 9.00 દર્શન ખુલ્લા રહેશે. આ બાદ 9.00 થી 9.30 સુધી ઠાકોરજી બાલભોગ, શણગારભોગ, ગ્વાલભોગ આરોગવા માટે બીરાજશે આ સમય દરમ્યાન દર્શન બંધ રહેશે. 9.30 થી 11.15 સુધી દર્શન ખુલ્લા રહેશે. 11.15 થી 12.00 સુધી ઠાકોરજી રાજભોગ આરોગવા માટે બીરાજશે. આ સમય દરમ્યાન દર્શન બંધ રહેશે. બપોરના 3.45 વાગ્યે નીજમંદિર ખુલશે. 4.00 થી 5.40 સુધી દર્શન ખુલ્લા રહેશે. 5.40 થી 6.00 સુધી ઠાકોરજી શયનભોગ આરોગવા બીરાજશે આ સમય દરમ્યાન દર્શન બંધ રહેશે. 6.00 થી 6.30 સુધી દર્શન ખુલ્લા રહેશે. 6.30 થી 7.15 સુધી ઠાકોરજી સખડીભોગ આરોગવા માટે બીરાજશે આ સમય દરમ્યાન દર્શન બંધ રહેશે. 7.15 વાગ્યા સખડીભોગ દર્શન ખુલ્લી ઠાકોરજી અનુકુળતાએ પોઢી જશે અને દર્શાનાર્થીઓનો મંદિર પ્રવેશ બંધ રહેશે.

ડાકોર મંદિરમાં અગીયારસનો ક્રમ રહેશે. તા. 28-10-2024 (વાઘબારસ)થી 16-11-2024 (કારતક વદ-1) સુધી બહારના રાજભોગ સ્વિકારવાનું બંધ રાખવામાં આવેલ છે.







  • Follow us on: