• નાઈટ ડ્રેસ અને બરમુડા પહેરી નહીં આવી શકાય
  • બાળકોને પ્રેરણા મળે તેવા ડ્રેસકોડ સાથે આવવા તાકીદ
  • ટૂંકા વસ્ત્ર પહેરીને સ્કૂલ કેમ્પસમાં આવશે તો ગેટ પર અટકાવી દેવાશે

રાજ્યમાં રાજકોટના શાળા સંચાલકો દ્વારા ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય તમામ શાળાઓ માટે નિયમ લાગુ કરાશે. જે નવા નિયમો બનાવાયા છે તેમાં કહેવાયું છે કે ટૂંકા વસ્ત્ર પહેરી વાલીઓ સ્કૂલમાં નહીં જઈ શકે. તેઓએ કહ્યું કે શાળા એક મંદિર છે અને જ્યાં નાઈટ્રેસ અને બરમુડા પહેરીને નહીં આવી શકાય.


[[$googlead]]

[[$alsoread]]

શું છે નવા નિયમો

હાલમાં રાજકોટના શાળા સંચાલકોએ જે નવા નિયમો બનાવ્યા છે તેમાં કહેવામાં આવ્યું છે કે બાળકોને પ્રેરણા મળે તેવા ડ્રેસકોડ સાથે કેમ્પસમાં આવવાનું વાલીઓને સૂચન કરવામાં આવ્યું છે. શહેરની તમામ શાળાઓ માટે આ નિયમ લાગૂ કરાશે. તો સાથે જ જે વાલીઓ નિયમને ફોલો નહીં કરે તેમને શાળાના ગેટ પર જ અટકાવી દેવામાં આવશે.  


  • Follow us on: