• 21 ઓક્ટોબર, 2022થી ફોર્મ ભરી શકાશે
  • ફેબ્રુઆરી માર્ચ 2023માં પરીક્ષા લેવામાં આવશે
  • બેરોજગાર યુવાનોની માંગણીનો સરકારે સ્વીકાર કર્યો

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે ટેટ-1 અને 2ની પરીક્ષાની જાહેરાત કરી છે. 21 ઓક્ટોબરથી ફોર્મ ભરી શકાશે તેમજ ફેબ્રુઆરી માર્ચ 2023માં પરીક્ષા લેવામાં આવશે. છેલ્લા ઘણાં વર્ષોથી બેરોજગાર યુવાનોની માંગણી હતી કે ટેટ-1 અને 2ની પરીક્ષા લેવાય. જે જોતા રાજ્ય સરકારે આજે જાહેરાત કરી છે. તાજેતરમાં જ 2600 વિદ્યાસહાયકની જાહેરાત કરવામાં આવી હતી.