- દિપકની સેન્ટ્રલ અને સ્ટેટ IBએ પૂછપરછ કરી
- પાકિસ્તાનની જાસૂસ એજન્સીને આપી હતી માહિતી
- યુપી કનેક્શન હોવાની આશંકા સામે આવી
દેશ વિરોધી પ્રવૃતિ કરનાર દિપક સાળુંકેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમાં દિપક સાળુંકેની સેન્ટ્રલ અને સ્ટેટ IBએ પૂછપરછ કરી છે. જેમાં પાકિસ્તાનની જાસૂસ એજન્સીને માહિતી આપી હતી તેવા એક બાદ એક નવા ખુલાસા થઇ રહ્યાં છે.
દીપકની છેલ્લા એક વર્ષની બે મોબાઇલ નંબરોની કોલ ડિટેઇલ્સ મંગાવી
દિપક સાળુંકેએ રૂપિયા 75 હજાર લઈ પાકિસ્તાન જાસૂસ એજન્સી ISIને દેશ અને સૈન્યની માહિતી આપી હતી. તેમજ આર્મીની ગુપ્ત માહિતી પહોંચાડી દેશ વિરોધી પ્રવૃતિ કરનાર ડિંડોલીના દીપક સાળુંકે ISIના એજન્ટ હમીદ સાથે છેલ્લા 6 મહિનામાં વોટસએપ કોલથી 500થી વધુ વાર વાત કરી હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહિ દીપક ફેસબુક પર મેસેન્જરથી પણ વાત કરતો હતો. પોલીસ દીપકની છેલ્લા એક વર્ષની બે મોબાઇલ નંબરોની કોલ ડિટેઇલ્સ મંગાવી છે. જેમાં 6 મહિનાથી દીપક હમીદના સંપર્કમાં હોવાના પ્રબળ પુરાવા પોલીસને હાથ લાગ્યા છે. હાલમાં દેશદ્રોહી દીપક સાળુંકે પોલીસ રિમાન્ડ પર છે.
પાકિસ્તાનના ISIના એજન્ટ કનેક્શન સામે આવ્યા
પોલીસ તેની કકડાઇથી પૂછપરછ કરી રહી છે. દેશ વિરોધી પ્રવૃતિ કરવાના મામલે દીપકના યુપીના છેડા પણ સામે આવ્યા હોવાની વાત સામે આવી રહી છે. હાલમાં પોલીસે આ વાતનો ઈનકાર કર્યો છે તો બીજી તરફ ઉત્તરપ્રદેશમાં રહેતા એક વ્યકિતના પણ પાકિસ્તાનના ISIના એજન્ટ કનેક્શન સામે આવ્યા છે. જેમાં પર હમીદ સાથેના કનેક્શન હોવાની આશંકા છે. જેમાં યુપી પોલીસે યુવકની પૂછપરછ શરૂ કરી છે. બીજી તરફ દીપક સાળુંકેના રાજસ્થાન કનેક્શન પછી હવે યુપી કનેક્શન હોવાની આશંકા સામે આવી રહી છે. ISIના એજન્ટ હમીદે 11 ટ્રાન્જેકશનો 75 હજારના દીપકના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જેમાં હવે મોટ ખુલાસા આ પુછપરછ બાદ થઇ શકે છે.









