• આરોપીને કોર્ટમાં રજૂ કરતાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
  • પોલીસે ખાસ ટીમ બનાવી ગણતરીના કલાકોમાં જ કરજણ ટોલનાકા પાસેથી પકડી લીધો
  • તેના ફોટા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી

   ડીસાની યુવતીને આયોજન બદ્ધ રીતે ફસાવીને ધાકધમકી આપી બળાત્કાર ગુજારી યુવતીને ઝેરી દવા પી મરવા માટે મજબૂર કરનાર યુવકને ડીસા તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં જ વડોદરાના કરજણ ટોલનાકા પાસેથી ઝડપી લીધો હતો. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

  ડીસાના આખોલ ગામની અને નવસારી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ફાઈન આર્ટસમાં અભ્યાસ કરતી યુવતી તેના નવસારી સ્થિત સાસરીયે રહેતી હતી. તે પતિ સાથે ઉત્તર ભારત પ્રવાસે ગઈ તે દરમિયાન લકઝરી બસના ચાલક ઈમરાન કાસમહુસેન ધોરી યુવતી સાથે મિત્રતા કેળવી ધીરે ધીરે તેને ફસાવી બાદમાં ધાકધમકી આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. યુવતી ને તેના પતિને મારી નાખવાની તેમજ તેના ફોટા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતા તે એટલી હદે ડરી ગઈ હતી કે તેને પોતાની હાથની નસો કાપી તેમજ ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગેની ફરિયાદ ડીસા તાલુકા પોલીસ મથકે નોંધાતા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અને ડીસા ડીવાયએસપી સી.એલ.સોલંકીની સૂચના અને માર્ગદર્શન મુજબ ડીસા તાલુકા પીઆઈ એ.વી.દેસાઈએ ટીમ સાથે તપાસ હાથ ધરતા આરોપી ઈમરાન ધોરીને વડોદરાના કરજણ ટોલનાકા નજીકથી ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો હતો. પોલીસે ઈમરાન ધોરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ઈમરાન હિન્દુ યુવતીઓને ફસાવતો હતોઃપીઆઈ

  આ અંગે તપાસ અધિકારી ડીસા તાલુકા પીઆઈ એ.વી.દેસાઈએ જણાવ્યું હતું કે ફરિયાદી યુવતી સિવાય પણ ઈમરાન ધોરી અન્ય ત્રણ થી ચાર યુવતીઓના સંપર્કમાં હોવાનું અને આયોજનબદ્ધ રીતે ફસાવી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેમાં તેના કાવતરામાં કોણ સામેલ છે અને અત્યાર સુધી કેટલી યુવતીઓને ફસાવી તે સમગ્ર હકીકત બહાર આવશે.