ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ છાશવારે બનતી રહે છે. દરરોજ એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે, આ દરમિયાન ડીસાની બનાસ નદીના પુલ પાસે અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. બે કાર વચ્ચે અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ સ્કોર્પિયો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત અંગે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


બે કાર વચ્ચે અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઇજા

ડીસાના બનાસ નદી પુલ પાસે અકસ્માત સર્જાયો હતો. I10 કાર અને સ્ક્રેપિયો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માતના પગલે I 10 મારુતિ કારમાં સવાર 2 લોકોને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતમાં સ્કોર્પિયો ગાડીમાંથી પ્રતિબંધિત પોસડોડા સાથે એક પિસ્તોલ મળી હતી. અકસ્માત બાદ સ્કોર્પિયો ચાલક ફરાર થયો હતો અને સમગ્ર ઘટનાને પગલે SOG પોલીસ અને ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મેઘવડીયા ગામ પાસે સર્જાયો અકસ્માત

આજે બોટાદના ગઢડામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. ગઢડાના ગોરડકા ગામ નજીક ખાનગી લકઝરી બસ અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયું જ્યારે એક વ્યક્તિ ગંભીરપણે ઘાયલ થયો હતો. અકસ્માતની ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી.

સતત બની રહી છે અકસ્માતની ઘટના

તમને જણાવી દઈએ કે, રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ છાશવારે બનતી રહે છે. દરરોજ ગુજરાતમાં અનેક અકસ્માતની ઘટના બને છે અને મોટા વહાન ચાલકોની ઓવર સ્પીડના કારણ રાહદારીઓ અથવા તો નાના વહાન ચાલકોના મોત નિપજે છે. બે દિવસ પહેલા જેતપુર-જૂનાગઢ રોડ પર અકસ્માતની ઘટના બની હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા તો બાવળા ચાંગોદર હાઇવે પર અકસ્માત થતાં એક એક મહિલાનું મોત થયું હતું. ટ્રક પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.


  • Follow us on: