ડીસા તાલુકાના જુનાનેસડા ગામનો નામનો પ્રવીણ પ્રહલાદજી ઠાકોર યુવાન કોઈ કારણોસર રેલવે ફટક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રેનની અડફેટે આવી ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકને બંને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા યુવકને ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જો કે, ડીસા સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવારના અભાવે ઈજાગ્રસ્ત પ્રવીણની સ્થિતિ વધુ નાજુક બનતાં તેને પાલનપુર ખસેડવાની ફરજ પડી હતી. પરંતુ કમનસીબે, પાલનપુર લઈ જતી વખતે રસ્તામાં જ યુવકે અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટનાથી પરિવારજનો અને ગામમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, મૃતક પ્રવીણના આગામી બે દિવસ બાદ જ લગ્ન યોજાવાના હતા. લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત પરિવાર પર આ દુઃખદ સમાચાર તૂટી પડતાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ કરુણ ઘટનાએ રેલવે ફાટક પર સલામતીના પગલાં અંગે પણ અનેક સવાલો ઉભા કર્યા છે.



  • Follow us on: