ડીસા અગ્નિકાંડમાં SP અક્ષયરાજ મકવાણાનું નિવેદન સામે આવ્યું છે,જેમાં પોલીસે આરોપી બાપ-બેટા સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે,ઈડરથી બન્ને આરોપીઓ ઝડપાઈ ગયા છે,FSLની ટીમે પ્રાથમિક તપાસ કરી રિપોર્ટ બનાવ્યો છે જેમાં ગોડાઉનમાંથી ફટાકડાનો જથ્થો મળ્યો છે,પોલીસને જ્યાં જ્યાંથી માલ મળ્યો ત્યાં તપાસ કરી છે અને તપાસ હાલમાં ચાલુ છે.
તમિલનાડુ, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં પણ તપાસઃ પોલીસ
પોલીસનું કહેવું છે કે,ગુજરાત સિવાય અન્ય રાજયમાં પણ ફટાકડાનો વેપાર કરતા હતા તેને લઈ તપાસ ચાલુ છે,બનાસકાંઠા પોલીસની એક ટીમ અમદાવાદમાં પણ તપાસ કરી રહી છે,આરોપીઓની ઝડપથી ચાર્જશીટ થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે,એલ્યુમિનિયમ પાઉડરને કારણે વિસ્ફોટ થયો છે.એલ્યુમિનિયમનું આસાનીથી વેચાણ થઇ શકે છે અને એલ્યુમિનિયમમાં બ્લાસ્ટ થાય તો તે ખુબ સળગે છે જેના કારણે આટલી મોટી ઘટના બની છે.
એલ્યુમિનિયમ પાઉડર એટોમાઇઝ્ડ હતો કે નહીં તેની તપાસઃ પોલીસ
પોલીસનું કહેવું છે કે,આરોપીઓના સાબરકાંઠામાં પણ ગોડાઉન છે અને આરોપીઓના કોની સાથે કનેક્શન હતા તેની તપાસ ચાલી રહી છે,આરોપીના રિમાન્ડ બાદ વધુ માહિતી સામે આવી શકે છે,આરોપી દીપક ક્રિકેટ સટ્ટાના ગુનામાં સંડોવાયેલો હતો આ કેસમાંકેમિકલ સાથે સંકળાયેલા નિષ્ણાતોની મદદ લેવાશે અને આરોપી 18 કરતા વધુ વર્ષથી ફટાકડાનો ધંધો કરે છે,આ કેસમાં ભારતમાં દાખલારૂપ બને તેવી તપાસ કરવામાં આવશે.આરોપીઓ ભાગ્યા ત્યારે 4 લોકો તેમના સંપર્કમાં હતા,આરોપીઓ ઈડરથી ઈન્દોર જવાના હતા અને આરોપીઓ ફટાકડા પ્રોડક્શનનું નથી સ્વીકરતા.
એક્ષપર્ટોને સાથે રાખી તલસ્પર્શી તથા વૈજ્ઞાનિક ઢબે તપાસ થઇ રહેલ છે
ડીસા રૂરલ પોલીસ સ્ટેશને આરોપીઓ સામે સઅપરાધ માનવ વધ સહીત ડીસા રૂરલ પો.સ્ટે. ગુના નં.૧૧૧૯૫૦૧૯૨૫૦૩૦૫/૨૦૨૫ BNS ક.૧૦૫,૧૧૦,૧૨૫(એ)(બી),૩૨૬(જી),૫૪ તથા એક્સપ્લોઝીવ એક્ટ ૧૮૮૪ ની કલમ ૯(બી),૧૨ તથા એક્સપ્લોઝીવ સબ સ્ટન્સ એક્ટ ૧૯૦૮ ની ક.૩(બી), ૪,૫,૬ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ કામે ફટકાડાની ફેકટરીમાં થયેલા બ્લાસ્ટની ગંભીરતા જોતા FSL ટીમની મદદ લેવામાં આવી રહેલ છે. તેમજ કેમીકલ એક્ષપર્ટોને સાથે રાખી તલસ્પર્શી તથા વૈજ્ઞાનિક ઢબે તપાસ થઇ રહેલ છે.









