બનાસકાંઠાના ડીસા ખાતે ફટાકડાની ગેરકાયદે ફેકટરીમાં 21 માસુમોનો ભોગ લેવાયો છે.ત્યારે આ અંગે રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરી છે.
ટીમના વડા મહેસુલ સચિવ ભાવિન પંડયાની આગેવાની હેઠળ ટીમ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લઈ જરૂરી માહીતી એકત્ર કરવા અધિકારીઓ સાથે બઠક યોજી હતી બીજી તરફ દુર્ઘટનામાં સંડોવાયેલા અને પીઠબળ આપનારાઓ સામે કડક કાર્યવાહી માટે તટસ્થ તપાસની માંગ ઉઠી છે. બનાસકાંઠાના ડીસા નજીક આવેલ ઢુવા નજીક આવેલ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં આમ તો ઘણીબધી ફેક્ટરી આવેલી છે.અને ડીસામાં નકલીનો કારોબાર પણ ખુબ ફાલ્યો ફુલ્યો છે.તેવામાં શીવાકાશીના લેબલવાળા ફટાકડા બનાવવાની ફેક્ટરી પણ ધમધમી રહી હતી.તેમ સુત્રોએ જણાવ્યુ છે.ત્યારે આ ફટાકડાની ફેક્ટરી ફટાકડાના સંગ્રહના નામે ચાલી રહી.અને તેમાં બહારના રાજ્યમાંથી આવેલા શ્રમિકોને બોલાવ્યા હતા.તે અંગે પણ પોલીસને જાણ કરવામાં આવી ન હતી. આખરે 21 માસુમોના મોત સાથે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતા એકબીજા પર જવાબદારી થોપી રહ્યા છે. હાલમાં તો પોલીસે પિતા પુત્ર સામે સાઅપરાધ માનવવધનો ગુનો દાખલ કરીને કોર્ટમાં રજુ કરીને તેમાં સંડોવાયલા અન્ય લોકોના નામ કઢાવવા માટે રિમાન્ડની માંગ કરી હતી. જો કે આ કેસની તપાસ હવે રાજ્ય સરકારની એસઆઈટી દ્વારા કરાઈ છે. એસઆઈટીના વડા ભાવિન પંડયા તથા નાયબ પોલીસ મહાનિર્દેશક વિશાલ વાઘેલા અને આર એન્ડબીના ચીફ એન્જીનીયર જે.એ.ગાંધી તથા ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના ડાયરેક્ટર એચ.પી.સંઘવીએ દુર્ઘટના સ્થળની મુલાકાત લઈને સ્થાનિક અધિકારીઓ પાસેથી માહીતી મેળવી હતી.










