- રાણકી વાવ અને પટોળાનો ઇતિહાસ જાણીને વિદેશી મહેમાનો ખુશ થયા
- પાટણ શહેરની આગવી ઓળખાણ સમાન પટોળા હાઉસની મુલાકાત લીધી
- જી-20 ફાયનાન્સ ટ્રેક મિટીંગનું પ્રતિનિધિ મંડળ પાટણની મુલાકાતે આવ્યું હતું
જી-20 ફાયનાન્સ ટ્રેક મિટીંગનું પ્રતિનિધિ મંડળ જ્યારે પાટણ પધાર્યું જી-20 ફાયનાન્સ ટ્રેક મિટીંગનું પ્રતિનિધિ મંડળ પાટણની મુલાકાતે આવ્યું હતું. વિદેશી મહેમાનોએ રાણકી વાવ અને પાટણ શહેરની આગવી ઓળખાણ સમાન પટોળા હાઉસની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રતિનિધિ મંડળને રાણકી વાવ ખાતે વાવનો ઈતિહાસ દર્શાવતી ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી. ત્યારબાદ રાણકી વાવની અંદર પ્રવેશ્યા હતા અને વાવની બેનમૂન કલાને નિહાળી હતી મહેમાનોએ રૂ.100ની ચલણી નોટ સાથે પણ ફોટો પડાવ્યા હતા. ત્યારબાદ પ્રતિનિધિ મંડળ પટોળા હાઉસ ગયા હતા જ્યાં તેઓએ પટોળા કઈ રીતે બને છે. તેની સમગ્ર પ્રક્રિયા નિહાળી હતી પટોળા હાઉસની મુલાકાત બાદ સરકીટ હાઉસ પહોંચ્યા હતા જ્યાં તેઓએ પાટણની ઝાંખી દર્શાવતા પ્રદર્શન નિહાળ્યા હતા. જી-20 ફાયનાન્સ ટ્રેક મિટીંગનું પ્રતિનિધિ મંડળ જ્યારે પાટણ પધાર્યું ત્યારે કલેકટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિારી ડી.એમ.સોલંકી, જિલ્લા નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.










