દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપ ફરી એકવાર સત્તામાં આવી રહ્યું છે. ચૂંટણી પંચના મતે, ભાજપે 13 બેઠકો જીતી છે અને 34 બેઠકો પર આગળ છે, એટલે કે કુલ 47 બેઠકો તેમની પાસે છે. આમ આદમી પાર્ટી (AAP)એ પણ 11 બેઠકો જીતી છે અને 12 બેઠકો પર આગળ છે, એટલે કે કુલ 23 બેઠકો છે. જ્યારે કોંગ્રેસને સતત ત્રીજીવાર એક પણ બેઠક મળી નથી.આ ફેરફારમાં, AAPના અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી અને સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. તો મુખ્યમંત્રી આતિશી કાલકાજી બેઠક પરથી ચૂંટણી જીતી ગયાં છે. સત્યેન્દ્ર જૈન પણ ચૂંટણી હારી ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે 7 વાગ્યે પાર્ટી મુખ્યાલય પહોંચશે અને કાર્યકરોને સંબોધશે,અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.




  • Follow us on: