જસદણ નગરપાલિકા વિસ્તારમાં બિનકાયદેસર બિલ્ડીંગો ખડકી દેવામાં આવી છે ત્યારે બાંધકામ સમિતિના ચેરમેન સોનલબેન વસાણીએ નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત. દસ દિવસમાં કાયદેસરની કાર્યવાહી કરવી તેવી કરી હતી માંગ કરવામાં આવી. જે કાયદેસર બાંધકામ જગ્યા છોડવાની હોય તે જગ્યા ના છોડી હોય અને પાર્કિંગની પણ વ્યવસ્થા ના હોય તેવી બિલ્ડીંગો જસદણમાં ખડકી દેવામાં આવી છે.
ગેરકાયદે દબાણો દૂર કરવા કવાયત
જસદણ નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં જસદણ નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી અને ચીફ ઓફિસર જણાવ્યા મુજબ અમે પાંચ થી સાત દિવસમાં લેખિતમાં બધાને નોટિસો આપવામાં આવશે અને નોટિસનું અમલીકરણ તત્કાલમાં નહીં કરવામાં આવે તો અમે ફરજ પ્રમાણે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ નગરપાલિકાના વિસ્તારમાં કેટલાક બિલ્ડર્સ દ્વારા સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે, જેના કારણે રોડ પર ટ્રાફિકનું ભારે દબાણ જોવા મળે છે. બિલ્ડર્સ દ્વારા ખોટી સહી કરીને દુકાનો ઉભી કરવા મામલે કાયદાકીય કાર્યવાહી હાથ ધરતા લેખિતમાં રજૂઆત કર્યા બાદ આગામી સમયમા ંતેમને નોટિસ ફટકારવામાં આવી શકે છે. જો આમ છતાં પણ આ ગેરકાયદે દબાણો દૂર નહી થાય તો આ વિસ્તારમાં તંત્રનું બુલડોઝર ફરી શકે છે.
ગેરકાયદેસર બાંધકામના કારણે અરાજકતાની સ્થિતિ
આવા ગેરકાયદેસર બાંધકામોના કારણે અરાજકતાની સ્થિતિ સર્જાય છે. ગેરકાયદે બાંધકામમાં રહેતા લોકોના કારણે પાણીનો વપરાશ વધતા પાણી પુરવઠો ખોરવાય છે તેમજ આગ લાગવા જેવા કટોકટીની સ્થિતિમાં બચાવ કામગીરીને અસર થઈ શકે છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ, 1963ના કલમ 185(1) હેઠળ, નગરપાલિકાઓને ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરવાની સત્તા છે, જેમાં નોટિસ આપવી, સીલ કરવું અને અંતે ધ્વસ્ત કરવાની કાર્યવાહીનો સમાવેશ થાય છે . અને એટલે જ જસદણ નગરપાલિકાના વિસ્તારમાં બનાવવામાં આવેલ ગેરકાયદે દબાણો દૂર કરવા હાલમાં લેખિત રજૂઆત કરાઈ છે.