અમદાવાદના ચંડોળામાં ડિમોલિશન પર સવાલ ઉભા થયા છે જેમાં ચંડોળામાં ડિમોલિશન ડ્રાઇવ અચાનક અટકી પડી છે, ત્રીજી દિવસે માત્ર 1200 ચો.મી જમીન ખુલ્લી કરાઇ છે અને બે દિવસ કાર્યવાહી બાદ પાણીમાં બેઠું AMC તંત્ર, તો પ્રથમ બે દિવસમાં 1.5 લાખ ચો.મી જગ્યા ખુલ્લી કરી હતી અને ત્રીજા દિવસે એસ્ટેટ વિભાગમાં ઇચ્છા શક્તિનો અભાવ હોવાના કારણે કામગીરી અટકી ગઈ હોવાની વાત સામે આવી છે.
શાહઆલમ અને મિલ્લતનગર તરફના દબાણો યથાવત
મહત્વની વાત તો એ છે કે, ચંડોળા તળાવ વિસ્તારમાં 50 હજારથી વધુ ગેરકાયદે દબાણો છે અને બે દિવસમાં માત્ર 4 હજાર દબાણો દૂર કરાયા છે, કાર્યવાહી અટકાવવા મુદ્દે AMC તંત્રનું મૌન છે, અચાનક કામગીરી કેમ અટકી ગઈ અને કોના કારણે આ કામગીરી અટકી ગઈ તેને સૌ કોઈ સ્તબધ છે, તો મ્યુ.કોર્પોરેશન આ બાબતે કઈ કહેવા માટે તૈયાર નથી, અમદાવાદના ચંડોળા તળાવ પર ફરી દબાણ ના થાય તે માટે ફરતે દીવાલ ચણવાનો કોર્પોરેશને નિર્ણય લીધો છે, મનપા કર્મચારીઓ અને ખાનગી એજન્સીના માણસો સાથે કરવામાં આવશે સરવે અને સરવે થયા બાદ આગામી સમયમાં દીવાલ ચણવા અંગે નિર્ણય કરવામાં આવશે જેમાં હાલમાં 1.5 લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરાઈ છે, હજી પણ આશરે 50 હજાર ચો.મી જગ્યા પર દબાણ યથાવત છે જેને આગામી દિવસમાં હટાવવાની કામગીરી કરાશે.
ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલેશન બાદ હવે AMC નવીનીકરણની કામગીરી કરાશે
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલેશન બાદ હવે AMC નવીનીકરણની કામગીરી કરવાનું આયોજન કરશે. રૂપિયા 36 કરોડ 38 લાખના ખર્ચે ડેવલપમેન્ટની કામગીરી આ વિસ્તારમાં કરવામાં આવશે. જેમાં BRTS ટ્રેક, વોક વે , જંગલ જીમ ઈવેન્ટ શેડ, બ્રેડ રૂમ, ગ્રુમ રૂમ સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે. આ સિવાય ચંડોળા તળાવ પર ડ્રેનેજ લાઈન પમ્પિંગ સ્ટેશને ખંભાતી કૂવા બનાવવામાં આવશે. ત્યારે આગામી સમયમાં રહેણાંક મકાનો પણ બનાવવાનું આયોજન મનપા કરશે.
પહેલા ફેઝમાં 27.53 કરોડના ખર્ચેડેવલપમેન્ટ કરવામાં આવશે
ચંડોળા તળાવનો આધુનિક રીતે વિકાસ કરવામાં આવશે જેથી લોકો અહીં હરવા ફરવા માટે આવી શકે અને તેમાંથી પણ આવક મેળવી શકાય. અમદાવાદ મનપા દ્વારા દાણીલીમડામાં ચંડોળા તળાવ 27.53 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવશે. ચંડોળા તળાવની ફરતે ડ્રેનેજ લાઈન, વોક વે, બીઆરટીએસ રોડ ઉપર ડેવલપમેન્ટ એરિયામાં અપર પ્રોમીનાડ અને લોઅર પ્રોમીનાડ, એમ્પીથીયેટર, જંગલ જીમ, ખંભાતી કુવા, પાર્ટીપ્લોટ બ્રાઇડ રૂમ, ગ્રુમ રૂમ, ઇવેન્ટ માટે શેડ, સુએજ પંપીંગ સ્ટેશન વગેરે બનાવીને તળાવની રોકન વધારવામાં આવશે. આ સાથે સાથે તળાવની ફરતે આખી દિવાલ પણ ઊભી કરવામાં આવશે.









