• બે દિવસમાં કુલ 239 સ્થળો પર ફર્યું બુલડોઝર
  • 4 ધાર્મિક સ્થળો પરનું દબાણ પણ દૂર
  • રેન્જ આઇજી અશોક યાદવે કામગીરીની સમીક્ષા કરી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ માતાજીના મંદિર નજીક દરિયાઇ વિસ્તારની પટ્ટી પર હજારો ફૂટ ગેરકાયદે દબાણ ઉપર તોડી પાડવા માટે ગઇકાલે શનિવારથી ડીમોલેશન શરૂ કરાયું છે. જેના ભાગરૂપે આજે સતત ત્રીજા દિવસે પણ ડીમોલેશન ચાલુ છે. યાત્રાધામ હર્ષદ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં મેગા ડીમોલીશન ચાલુ છે.

બે દિવસમાં 239 સ્થળે ડિમોલીશન કરી 186 રહેણાંક, 59 કોમર્શિયલ તેમજ 4 ધાર્મિક સ્થળોનું ગેરકાયદે દબાણ દૂર કરાયું છે. કુલ મળીને 3.95 કરોડની 8.80 લાખ ચોરસ ફૂટ જગ્યા તંત્ર એ ખાલી કરાવી છે.

[[$googlead]]


[[$alsoread]]

સતત ત્રીજા દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે દબાણો ઉપર ડીમોલિશન ચાલુ છે. આ સમગ્ર ડીમોલેશન ઉપર જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેય તથા મહેસુલ વિભાગના કલ્યાણપુર મામલતદાર દક્ષાબેન રીંડાણીની રાહબારી હેઠળ કાર્યવાહી હાથ ધરાઇ છે. જેમાં બીજા દિવસે 137 સ્થળે ડીમોલીશન કરાયું હતું. આ ડીમોલેશન હજી પણ બે-ત્રણ દિવસ ચાલશે તેવી સંભાવના છે. ગઇકાલે સાંજે યાત્રાધામ હર્ષદ ખાતે ચાલી રહેલા મેગા ડિમોલીશનના સ્થળે રાજકોટ રેન્જ આઇજી અશોક યાદવ પહોંચ્યા હતા. રેન્જ આઇજી દ્વારા વિવિધ ડિમોલેશન સ્થળ પર જઇ નિરીક્ષણ કરાયું હતું. 

  • Follow us on: