રાજકોટ-અમદાવાદ હાઈવે પર દરગાહનું ડિમોલિશનને લઇ દરગાહને તોડવાના નિર્ણયને કોર્ટમાં પડકારાયો હતો. ટ્રસ્ટ દ્વારા દાખલ કરાયેલી અરજીને હાઇકોર્ટે ફગાવી છે. કટારિયા ઉસ્માનગની હાજીભાઈ ટ્રસ્ટની અરજી ફગાવી છે.
રાજકોટના આણંદપર રાષ્ટ્રીય ધોરીમાર્ગ આ દરગાહ છે. હાઇવેના વિસ્તરણ અને વિકાસ માટે દરગાહને હટાવાઇ છે. મળતી માહિતી મુજબ, રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર દરગાહનું ડીમોલેશનની કામગીરી તે કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે આ દરગાહ ગેરકાયદેસર હોવાથી અરજી ફગાવી છે.













