• નારણપુરા ગામથી ફાટક સુધી 100 ફૂટ પહોળો રોડ કરવા કપાત
  • 200 જેટલી મિલકતોને તોડી પાડવામાં આવશે
  • સ્થાનિકોમાં રોષનો માહોલ

અમદાવાદના નારણપુરામાં રોડ પહોળો કરવા માટે આજે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવનારી હતી જેના કારણે રહીશોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. પરંતુ હાલમાં મળી રહેલા સમાચાર અનુસાર આ કામગીરી મોકૂફ રાખવામાં આવી છે.

શું છે વિવાદ

[[$googlead]]

સ્થાનિકોનું કહેવું છે કે નારણપુરામાં 200 મિલકતો પર ખતરો તોળાઈ રહ્યો છે. 100 ફૂટ પહોળો રોડ કરવા માટે કપાતની કામગીરી શરૂ થવાની હતી. હાલમાં રાહત પણ આવતીકાલનું શું. અમને કાયમી ઉકેલ જોઈએ છે. સ્થાનિકોના ઉગ્ર વિરોધ બાદ તેઓએ આજે રાહતનો શ્વાસ લીધો છે. સ્થાનિકોનું કહેવું છે કે અમે લોકશાહી ઢબે વિરોધ ચાલુ રાખીશું. પણ તંત્ર અમને લેખિતમાં બાંયેધરી આપવામાં આવે. આ સિવાય અહીં 2 પીઆઈ, 4 પીએસઆઈ અને 60થી વધુ પોલીસનો બંદોબસ્ત છે તે પાછો લેવામાં આવે. સ્થાનિકોનું કહેવું છે કે અમને સરેરાશ 30થી 50 લાખથી વધુનું નુકસાન થશે. કહેવાય છે કે માર્ચ 2022માં મ્યુનિ.એ રોડ 100 ફૂટકરવા કપાત નહીં કરાવવાની ખાતરી આપી હતી.

[[$alsoread]]

સ્થાનિકોમાં રોષ

સ્થાનિકોનું કહેવું છે કે અહીં અગાઉ ડીવાયએસપી આવ્યા હતા અને કહ્યું કે ઉપરથી ઓર્ડર છે કે હાલમાં કપાત મોકૂફ રખાઈ છે. પરંતુ અમને હાલમાં સોલ્યુશન નહીં પણ કાયમી ઉકેલ જોઈએ છે. જો આ કામગીરી થશે તો 30થી વધુ વર્ષ જૂના 150 વૃક્ષ કપાતમાં જશે. આ સિવાય મકાન અને દુકાનોને પણ મોટું નુકસાન થવાની શક્યતા છે. આ સિવાય નવું ઘર કે દુકાન ખરીદવા માટે પણ મોટી રકમ ખર્ચ કરવી પડશે.


  • Follow us on: