ભાવનગરમાં ફાયર સેફ્ટી મુદ્દે શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં શહેર અને જિલ્લાની 3 પ્રાથમિક શાળાને ડીઈઓએ દંડ ફટકાર્યો છે, DEOએ ત્રણેય શાળાઓને 10-10 હજારનો દંડ ફટકાર્યો છે અને ફાયર સેફ્ટી સિસ્ટમ કાર્યરત ન હોવાથી ફટકાર્યો દંડ તો ટી.બી.જૈન, સરસ્વતી વિદ્યામંદિર શાળા, સોનગઢ ગુરુકુળ પ્રાથમિક શાળા સામે કાર્યવાહી કરવામાં આવી છે.


[[$googlead]]

ફાયર સેફટીને લઈ ફટકારાયો દંડ

ભાવનગર શહેર અને જિલ્લાની ત્રણ પ્રાથમિક શાળાને દંડ ફટકારવામાં આવ્યો છે જેમાં જિલ્લા શિક્ષણાધિકારીએ ફટકાર્યો ત્રણેય શાળાઓને 10-10 હજારનો દંડ, અગાઉ પણ શાળાઓને ડીઈઓએ ફાયર સેફટીને લઈ સૂચના આપી હતી તેમ છત્તા તે લોકોએ સૂચના ગણકારી નહી જેના કારણે ડીઈઓએ દંડ ફટકાર્યો છે અને જલદીથી શાળામાં ફાયર સેફટીની સિસ્ટમ લગાડી દેવામાં આવે તે બાબતને લઈ સૂચના પણ આપી છે, જો 3 શાળાઓ આ સૂચનાનું પાલન નહી કરે તો આગળના સમયમાં વધુ કડક કાર્યવાહી થઈ શકે છે.

[[$alsoread]]

ભાવનગર જિલ્લા શાસનાધિકારીએ 3 શાળાને દંડ ફટકાર્યો છે

શાળાઓમાં ફાયર સેફટી કાર્યરત ના કરતા જિલ્લા શાસનાધિકારીએ 3 શાળાને દંડ ફટકાર્યો છે, શાળાઓને બે મુદ્દત આપવા છતાં પણ ફાયર સેફટીના કામમાં ઢીલાશ રાખતા ફટકાર્યો દંડ તો ભાવનગર શહેરની 2 શાળા અને જિલ્લાની એક શાળાને ફટકારવામાં આવ્યો દંડ, શહેરની ટી.બી જૈન અને સરસ્વતી વિદ્યામંદિર અને જિલ્લા ની સોનગઢ ગુરુકુળ પ્રાથમિક શાળા ને ફટકારવામાં આવ્યો દંડ શાળાઓને ફાયર સેફટીના મામલે દંડ ફટકારવામાં આવતા શિક્ષણ જગતમાં પણ ચર્ચાનો બન્યો વિષય.

શાળામાં ફાયર સેફટી જરૂરી

શાળામાં કયારેક કોઈ આગની ઘટના બને અને તેમાં કોઈ અનઈચ્છનીય ઘટના ના બને તેને લઈ ફાયર સેફટીની સુવિધા જરૂરી છે અને તેનો દરેક શાળાએ પણ અમલ કરવો જોઈએ ત્યારે ભાવનગરના ડીઈઓ કોઈ પણ સમયે અચાનક શાળાની મુલાકાત લઈ શકે છે અને જે શાળામાં ફાયર સેફટીના સાધનોનો અભાવ છે તેવી શાળાને દંડ પણ થઈ શકે છે.


  • Follow us on: