• સ્કૂલ ઇન્સ્પેકટરની કામગીરી સામે સવાલ, અન્ય જિલ્લામાંથી S.I મૂકી તપાસ કરાશે
  • કેટલીક જગ્યાએ ખોટા ગ્રેડ મુકાયા હોય તેવું સામે આવતા ફરી ચકાસણી કરાશે
  •  ખોટા ગ્રેડ મૂકનાર સ્કૂલ ઇન્સ્પેક્ટર પર પગલાં લેવાશે

સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓના શિક્ષણની ગુણવત્તાની ચકાસણી કરવા માટે ગુણોત્સવ શરૂ કરાયો હતો. તે માટે સ્કૂલ ઇન્સ્પેકટરની પ્રતિનિયુક્તિ કરાઈ હતી. જે આખા વર્ષ દરમિયાન શાળાઓમાં જઈ શાળાઓની ચકાસણી કરી તે ડેટા ઓનલાઇન કરે છે. જેના આધારે શાળાઓનો ગ્રેડ નક્કી થાય છે.જો કે ઉચ્ચ અધિકારીઓની મુલાકાત દરમિયાન કેટલીક શાળાઓ યોગ્ય ન હોવા છતાં ઊંચો ગ્રેડ અપાયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે આ શાળાઓ પૈકીની જે શાળાઓમાં છ અને A+ ગ્રેડ આવેલ છે તેમાં ક્રોસ વેરિફ્કિેશન કરવા શિક્ષણ વિભાગે તૈયારી કરી છે ને અન્ય એટલું જ નહીં પોતાના જિલ્લાને બદલે અન્ય જિલ્લા સ્કૂલ ઇન્સ્પેક્ટર મૂકી તપાસ કરાશે તેમ જાણવા મળ્યું છે.

જે તે સમયે સરકાર દ્વારા 2009 થી શાળામાં શિક્ષણની ગુણવત્તા ચકાસણી માટે ગુણોત્સવનું આયોજન શરૂ કરાયું હતું. તેની પદ્ધતિમાં ફેરફાર કરાયો છે. પેહલા અધિકારીઓ અને પદાધિકારીઓ પોતે ત્રણ દિવસ માટે શાળા કક્ષાએ જઈ ચકાસણી કરતા હતા. તેને આધારે ગ્રેડ નક્કી થતો હતો. હવે શિક્ષકોથી જ સ્કૂલ ઇન્સ્પેકટર તરીકે પ્રતિનિયુક્તિ અપાઈ છે. જે સમયાંતરે નક્કી કરેલ શાળામાં જાય છે, પછી શાળાની ચકાસણી કરી ડેટા તપાસી ઓનલાઇન કરે છે, ત્યાર બાદ સ્કૂલ રિપોર્ટ કાર્ડ તૈયાર થાય છે. શાળાનો ગ્રેડ નક્કી થાય છે.

ખોટા ગ્રેડ મૂકનાર સ્કૂલ ઇન્સ્પેક્ટર પર પગલાં લેવાશે

કેટલીક શાળાઓમાં ગ્રેડ ખોટા હોવાનું સામે આવ્યું છે તો સવાલ એ પણ ઉભો થાય છે કે કયા કારણે એસ.આઇ દ્વારા ગ્રેડ ઊંચો આપવામાં આવ્યો તેને લગતા પાસાઓની તપાસ થશે અને જો ગ્રેડ ખોટો માલૂમ પડે તો તેવા SI સામે કાર્યવાહી કરવામાં આવશે , તો બીજી બાજુ સ્કૂલ ઇન્સ્પેક્ટર જે શાળામાંથી આવ્યા છે તેમની શાળાઓના ગ્રેડની પણ ચકાસણી થાય તે જરૂરી છે.