- કેટલાક વિદ્યાર્થીઓને ફી ના ભરતા કાઢી મૂકાયા હતા
- ડાયમંડ વર્કર યુનિયને મદદની કરી અપીલ
- મોટા વેપારીઓને મદદની કરી અપીલ
સુરતના હીરા બજારમાં હાલા મંદીનો માહોલ છે,ત્યારે રત્નકલાકારોની હાલત કફોળી બની છે,પરિવારનુ ગુજરાન કેમ ચલાવવું તેને લઈ રત્નકલાકારો ચિંતિંત બન્યા છે.રત્નકલાકારોનો આક્ષેપ છે કે,બાળકોની ફી ભરવી પણ મુશ્કેલ બન્યું છે,તો આ મંદીની વચ્ચે ધર્મનંદ ડાયમંડ આવ્યું છે રત્નકાલાકાર પરિવારને સહારે,જેમણે 36 જેટલા પરિવારના બાળકોને ફી માટે સહાય કરી છે.
સુરતમાં લાખો રત્નકલાકાર થયા છે બેકાર
સુરત હીરા બજારમાં ભયંકર મંદીનો માહોલ છે.એટલી હદે મંદી ચાલી રહી છે કે વાલીઓને સ્કૂલની ફી ભરવાના ફાંફા પડી રહ્યાં છે,કેટલા વિદ્યાર્થી ઓને તો સ્કૂલ ફી ન ભરાતા સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા,ડાયમંડ વર્કર યુનિયને મોટા વેપારીઓને મંદીને પગલે મદદની કરી અપીલ કરી છે.36 જેટલા પરિવારના બાળકોને સ્કૂલ ફી માટે આર્થિક સહાય કરતા,પરિવારે ભીની આંખે સંસ્થાનો આભાર માન્યો છે.

શકિતસિંહ ગોહીલે સાંસદમાં ઉઠાવ્યો સવાલ
હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. આ વૈશ્વિક બજાર સાથે જોડાયેલા વ્યાપારમાં મંદી માટે અનેક કારણો જવાબદાર છે પરંતુ ચીન અને પૂર્વના અનેક દેશોએ છેલ્લા એકાદ દાયકાથી હીરાની પોલીશીંગ માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ચીનમાંથી આવતા સિન્થેટીક હીરાને કારણે ભારતીય હીરા ઉદ્યોગના વ્યવસાયને અસર થઈ રહી છે. સુરતના પ્રશ્નને કોંગ્રેસના સાંસદે સંસદમાં ઉઠાવ્યો હતો.કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે “ચીનમાંથી આવતા સિન્થેટીક હીરાને કારણે ભારતીય હીરા ઉદ્યોગના વ્યવસાયને અસર થઈ રહી છે. અમે ચીનથી આવતા સિન્થેટીક હીરાને અંકુશમાં રાખવા માટે નીતિ બનાવવાનું કહ્યું હતું.
ચીનાઓએ સોનુ ખરીદવાનું શરૂ કર્યુ
હોંગકોંગમાં હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે તેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળશે.ચાઈનામાં ગુજરાતીઓને ચીની નડ્યા છે .ચીનીઓએ હીરાને બદલે સોનું ખરીદવાનું શરૂ કરતાં 60 વેપારીઓએ હીરાની ઓફિસ બંધ કરવી પડી છે. હીરામાં મંદીના પગલે ડાયમંડ વેપારીઓ અન્ય વ્યવસાયમાં જઇ રહ્યાં છે, અમુક વેપારી સુરત-મુંબઇ શિફ્ટ થઇ રહ્યાં છે. વૈશ્વિક સ્તરે સોનાના ભાવોમાં વધારો થતાં વિદેશમાં હીરા વેપાર પર અસર થઇ છે.









