• પોતાની ખાનગી રિવોલ્વરથી માથામાં ગોળી મારી
  • નાયબ વન સંરક્ષક આર.એમ. પરમારનો આપઘાત
  • આપઘાત મુદ્દે દાહોદ પોલીસે તપાસ હાથધરી

દાહોદના કલાસવન અધિકારી કે જેઓ નાયબ વન સંરક્ષણ અધિકારી તરીકે દાહોદમાં ફરજ બજાવી રહ્યાં હતા ત્યારે આજે તેમણે કોઈ કારણોસર લમણે બંદુક મૂકીને આપઘાત કર્યો હતો,ઘટનાની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને વધુ તપાસ હાથઘરી છે.

IFS અધિકારીએ કર્યો આપઘાત

દાહોદ જિલ્લામાં વર્ષ 2017માં ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS) તેમજ સામાજિક વનીકરણ વિભાગના નાયબ સંરક્ષક (DCF) તરીકે ફરજ બજાવતા રમેશ પરમારે અગમ્ય કારણોસર આપઘાત કર્યો છે. આજરોજ વહેલી સવારે ઘરના બેડરૂમમાં તેમના પાસેની બંદૂક વડે માથામાં ગોળી મારી આપઘાત કરી લેતા વન વિભાગ સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.સ્વભાવે શાંત અને ભક્તિભાવમાં રહેનારા રમેશ પરમાર ગઈકાલે ખજુરીયા ખાતે ગયા હતા. ત્યાંથી મોડી રાતે જમી-પરવારીને દાહોદ ગોદી રોડ નજીક અંબિકા સોસાયટીમાં આવેલ ઘરે આવ્યા હતા. ત્યારબાદ વહેલી સવારે અચાનક બંદૂકના ભડાકાનો અવાજ થતા સોસાયટીના સ્થાનિક અને પરિવારજનો દોડી આવ્યા હતા.


પરિવારમાં શોકનો માહોલ

પરિવારજનોએ બૂમાબૂમ કરતા આસપાસમાં રહેતા સગા-સંબંધીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ઘટનાની જાણ દાહોદ એ ડિવિઝન પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી હતી. દાહોદ એ ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે આવીને પંચ કેસ કરી તથા મૃતદેહને વધુ તપાસ માટે પીએમ અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો.

જાણો અધિકારીનો કાર્યકાળ

ગુજરાત વન વિભાગ સાથે જોડાયા હતા અધિકારી. ત્યારબાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RF0) બઢતી મળી હતી. બાદમાં ક્રમશઃ બઢતી પામતાં 2011 માં સબ DFO બન્યા અને 2017 થી ડિસ્ટ્રીક ફોરેસ્ટ ઓફિસર (DF0) તરીકે સેવા નિયુક્ત કરાયા હતા. સંનિષ્ઠ સેવાના ભાગરૂપે 2022 ના નોટિફિકેશન મુજબ તેમને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS) તરીકે પ્રમાણિત કરવામાં આવ્યા હતા.હાલમાં તેઓ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક (DCF) ઉચ્ચ હોદ્દે આરૂઢ થયા હતા.

 

  • Follow us on: