અમદાવદાના ચંડોળામાં ડિમોલિશન કામગીરીને લઈ સંદેશના પત્રકાર દ્વારા સવાલ પૂછવામાં આવ્યા તો સવાલના જવાબ આપવાના બદલે ડેપ્યુટી મ્યુ. કમિશનર સીટ છોડીને ભાગ્યા હતા, અત્યાર સુધી તંત્ર ક્યાં હતું તે સવાલથી ભાગ્યા DYMC.
અમદાવાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારનું નિવેદન
ચંડોળા તળાવની કામગીરીને લઈ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારનું નિવેદન સામે આવ્યું છે કે, 4000 જેટલા કાચા-પાક્કા મકાનો તોડવામાં આવ્યા છે અને દોઢ લાખ ચોરસ મીટર વિસ્તાર ખાલી કરાયો છે સાથે સાથે તળાવની ફરતે પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી શરુ કરાઈ છે અને સ્ટ્રીટ લાઈટ આપી છે ત્યાં જે-તે વિભાગ સાથે વાત કરીશું અને આગળની કામગીરી કરીશું, ચંડોળા તળાવ ગેરકાયદે નથી માત્ર બાંધકામ ગેરકાયદે હતા અને તોડી પડાયા છે.
ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલેશન બાદ હવે AMC નવીનીકરણની કામગીરી કરાશે
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલેશન બાદ હવે AMC નવીનીકરણની કામગીરી કરવાનું આયોજન કરશે. રૂપિયા 36 કરોડ 38 લાખના ખર્ચે ડેવલપમેન્ટની કામગીરી આ વિસ્તારમાં કરવામાં આવશે. જેમાં BRTS ટ્રેક, વોક વે , જંગલ જીમ ઈવેન્ટ શેડ, બ્રેડ રૂમ, ગ્રુમ રૂમ સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે. આ સિવાય ચંડોળા તળાવ પર ડ્રેનેજ લાઈન પમ્પિંગ સ્ટેશને ખંભાતી કૂવા બનાવવામાં આવશે. ત્યારે આગામી સમયમાં રહેણાંક મકાનો પણ બનાવવાનું આયોજન મનપા કરશે.
પહેલા ફેઝમાં 27.53 કરોડના ખર્ચેડેવલપમેન્ટ કરવામાં આવશે
ચંડોળા તળાવનો આધુનિક રીતે વિકાસ કરવામાં આવશે જેથી લોકો અહીં હરવા ફરવા માટે આવી શકે અને તેમાંથી પણ આવક મેળવી શકાય. અમદાવાદ મનપા દ્વારા દાણીલીમડામાં ચંડોળા તળાવ 27.53 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવશે. ચંડોળા તળાવની ફરતે ડ્રેનેજ લાઈન, વોક વે, બીઆરટીએસ રોડ ઉપર ડેવલપમેન્ટ એરિયામાં અપર પ્રોમીનાડ અને લોઅર પ્રોમીનાડ, એમ્પીથીયેટર, જંગલ જીમ, ખંભાતી કુવા, પાર્ટીપ્લોટ બ્રાઇડ રૂમ, ગ્રુમ રૂમ, ઇવેન્ટ માટે શેડ, સુએજ પંપીંગ સ્ટેશન વગેરે બનાવીને તળાવની રોકન વધારવામાં આવશે. આ સાથે સાથે તળાવની ફરતે આખી દિવાલ પણ ઊભી કરવામાં આવશે.









