ડીસા બનાસ નદીમાંથી ખનીજ ચોરી કરતા ત્રણ ડમ્પર અને એક ટ્રેક્ટરને ઝડપી પાડયું હતું. ડીસા નાયબ કલેક્ટરની સૂચનાથી સર્કલ ઓફિસરે ત્રણ ડમ્પર અને એક ટ્રેક્ટર રોયલ્ટી વિનાનું વાહન ઝડપી પાડયું હતું.


ડીસા પાસેથી પસાર થતી બનાસ નદીમાંથી ખનીજ ચોરી થઈ રહી હોવાની ફરિયાદ ડીસા નાયબ કલેક્ટર નેહા પંચાલને મળતા તેઓ દ્વારા ઓચિતું ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. ડીસાના આખોલ ચાર રસ્તા પાસે ડીસા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરને સાથે રાખી ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બે ડમ્પર અને એક ટ્રેલર તેમજ એક ટ્રેક્ટર નદીમાંથી સાદી રેતી ભરીને આવી રહ્યું હતું. તેમની પાસે પાસ પરમિટ કે રોયલ્ટી બાબતે પૂછતા જ કરતા કોઈ પ્રકારનું પરમિટ મળી આવેલ ન હતું. જેથી ચારે વાહનોને ડીસા મામલતદાર કચેરી ખાતે સીઝ કરી ખાણ ખનીજ વિભાગને આગળની કાર્યવાહી કરવા માટે જાણ કરી હતી. હાલ તો નાયબ કલેક્ટરની સૂચના થી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરએ ગેરકાયદેસર ખનીજ વહન કરતા વાહનો કબ્જે કરી કરોડોનો મુદ્દામાલ સીઝ કર્યો છે. ડીસા પંથક માંથી થતી ખનીજ ચોરી અટકાવવા માટે ખનીજ વિભાગની સાથે સ્થાનિક તંત્ર પણ એક્સન મોડમાં આવ્યું છે.


  • Follow us on: