દ્વારકાના દરિયામાં ભારે કરંટ હોવા છતાં જીવના જોખમે પ્રવાસીઓ જોખમી સ્નાન કરી રહ્યાં છે. દરિયામાં 25 ફૂટ ઉંચા મોજા ઉછળતા હોવા છતાં કોઇ સિક્યુરીટી જોવા મળી નથી. ગોમતી ઘાટ પર પ્રવાસીઓનો જમાવડો થતાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.પ્રવાસીઓ બેખૌફ થઈને મોજ માણી રહ્યાં છે પણ ગોમતી ઘાટ ખાતે એક પણ સિક્યુરિટી ગાર્ડ જોવા મળ્યો નથી. કોઈપણ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઉભા થયાં છે.
પ્રવાસીઓ ગોમતી ઘાટ ખાતે જોખમી મોજ માણી રહ્યાં છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે હાલમાં વેકેશનનો સમય હોવાથી લોકો દ્વારકાના પ્રવાસે વધુ જાય છે. હાલમાં દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં 25 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. આ સમયે પ્રવાસીઓ દ્વારકાના ગોમતી ઘાટ ખાતે જોખમી મોજ માણી રહ્યાં છે. ગોમતી ઘાટથી દરિયા પાસે જઈને લોકો સ્નાન કરી રહ્યાં છે. આ ઉપરાંત ગોમતી નદી પાસે પણ છેક ઉપર સુધી દરિયાના મોજા અથડાઈ રહ્યાં છે. અહીં લોકોની જોખમી મોજ જોવા મળી છે. પરંતુ તંત્રની બેદરકારી પણ ઉડીને આંખે વળગે તેવી છે.
પોલીસ અથવા તો સિક્યુરિટી ગાર્ડ પણ ત્યાં તૈનાત હોવાનું દેખાયું નથી
દરિયામાં ભારે કરંટ હોવા છતાં કોઈ પોલીસ અથવા તો સિક્યુરિટી ગાર્ડ પણ ત્યાં તૈનાત હોવાનું દેખાયું નથી. પ્રવાસીઓના ભારે ઘસારાને લઈ તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા પણ દેખાતી નથી. બીજી તરફ ગોમતી ઘાટ પાસે દરિયાના ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યાં છે અને લોકો દરિયામાં ઉતરીને સ્નાન કરવાની જોખમી મોજ માણી રહ્યાં છે. આ સમયે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉભા થઈ રહ્યાં છે.









