દેવભૂમિ દ્વારકા જિલ્લાનો તાલુકો ભાણવડ ચર્ચાનો વિષય બન્યો છે. ભાણવડ તાલુકા પંચાયતના કર્મચારીઓ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે. નરેગા અને બાંધકામ વિભાગમાં કર્મચારીઓ રૂપિયા માંગતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ તાલુકા પ્રમુખ મુકેશ વાવનોટીયાનો આક્ષેપ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હવે આ કર્મચારીઓ કોણ છે. આક્ષેપ પાછળ કેટલી હકીકત છે. તે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
નરેગા અને બાંધકામ વિભાગમાં ભ્રષ્ટાચારના આક્ષેપ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા પંચાયતના કર્મચારીઓ પર રૂપિયા માંગતા હોવાનો આક્ષેપ કરતા વિવિદના વંટોળ ઘેરાયા છે. ભાણવડ તાલુકાના પંચાયતમાં નરેગા શાખામાં અને બાંધકામ વિભાગમાં કામ બાબતે રૂપિયા માંગવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ આક્ષેપ મામલે સોશિયલ મીડિયામાં યુઝર્સ કમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. પંચાયત અંદર કોઈપણ કામ કરાવવું હોઈ તેના માટે રૂપિયા આપવા પડે છે. તેવો આક્ષેપ કરતો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ તાલુકા પ્રમુખ મુકેશ વાવનોટીયા અને તાલુકા પંચાયતના પ્રમુખે આ આરોપ લગાવ્યા છે.
સોશિયલ મીડિયામાં યુઝર્સની પ્રતિક્રિયા
નરેગામાં કામ કરતા લોકો માટે આ એક સારી તક છે. કામ શોધવા માટે બીજા સ્થળે જવાની જરુર નથી. પરંતુ આ ભ્રષ્ટાચારના આરોપોએ વિવાદનો મધપૂડો છંછેડીને મામલાને ચર્ચાસ્પદ બનાવ્યો છે. ભાણવડ તાલુકા પંચાયતના કર્મચારીઓ પર લાગેલો ભ્રષ્ટાચારનો આક્ષેપ મોટાભાગે લોકોને મુશ્કેલી ઉભી કરશે.