દેવગઢબારીઆ તાલુકાના પીપલોદ ખાતે બજારમાંથી પસાર થતો રોડ બિસમાર બની જતા પીપલોદ અને પંચેલા ગામના સરપંચો તેમજ સ્થાનિક આગેવાનોએ રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડને વારંવાર રજુઆત કર્યા પછી હાલમાં દસેક દિવસથી રોડનું નવીનીકરણ કરવાની કામગીરી થઈ રહી છે.

હાલમાં લગ્ન સીઝન હોય પીપલોદ બજાર માં નજીક ના 20 થી 25 જેટલાં ગામોની પ્રજા કાપડ, કરિયાણું, વાસણો, સહીત અન્ય ચીજવસ્તુઓ ની ખરીદી કરવા માટે આવતી હોય છે. પીપલોદ બજાર માં વહેલી સવારથી લઈને મોડી સાંજ સુધી બજાર માં ગ્રાહકોની ભીડ થતી હોય છે. ત્યારે હાલમાં છેલ્લા દસેક દિવસ થી ડામર રોડ ની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોન્ટ્રાકટર દ્વારા આખા બજાર માં એક લાઇન ઉપર દુકાનો આગળ મેટલ ના ઢગ ખડકી દેવામાં આવ્યા છે. મેટલ ના આ ઢગ અકસ્માત માટે જોખમી પણ દેખાય રહ્યા છે.અને બીજી લાઇન વાહનો ની અવરજવાર માટે ચાલુ હોય બાઈક ચાલકો ને મુશ્કેલી માં પસાર થવું પડતું હોય છે. કામગીરી ઢીલી અને ધીમી ગતિ એ ચાલતી હોય બજાર વિસ્તાર માં વાહનો પાર્ક કરવું તો ઠીક પણ પગદંડી પસાર થવું અઘરું બન્યું છે. જેને કારણે બજાર માં વારંવાર ટ્રાફ્કિ જામની સમસ્યા ઉપસ્થિત થતી હોય છે. આમ દેવગઢબારીયા તાલુકા ના પીપલોદ ગામે બજાર માંથી પસાર થતા રોડ ની ધીમી ગતિ એ ચાલતી નવીનીકરણ કામગીરીમાં તંત્ર દ્વારા ઝડપી કામગીરી કરવા માંગ કરાઈ છે.