પહેલગામ હુમલાનો બદલો લેતા ભારતીય સેનાએ બુધવારે એટલે કે 7 મે 2025ના રોજ પાકિસ્તાનમાં હવાઈ હુમલો કરીને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે. ત્યારે આજે દરેક ભારતીયોની છાતી ગર્વથી ફુલી ગઈ છે અને દરેક લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
ભારતે આજે 'ઓપરેશન સિંદુર'થી પાકિસ્તાનમાં ઘુસીને આતંકીઓની લાશો ઢાળી દીધી છે.હવે વિશ્વભરમાં એ વાતનો સંદેશ ગયો છે કે ભારત આતંકવાદને સાંખી નહીં લે. દેશભરના નાગરીકોની નજર ભારતે કરેલા હવાઈ હુમલા પર છે.ભારતે પાકિસ્તાન પર મોડીરાત્રે કરેલા હુમલા અંગે દેવનાથ બાપુની પ્રતિક્રિયા સામે આવી છે.
ઓપરેશન સિંદૂરમાં દેવનાથ બાપુની પ્રતિક્રિયા
ઓપરેશન સિંદૂર અંગે દેવનાથ બાપુએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે,'કાયરતા પૂર્વક હિન્દૂઓની હત્યા કરાઈ હતી'અને હવે ભારત સરકારે આતંકવાદીઓ પર એર સ્ટ્રાઈક કરી છે અને ઘરમાં ઘૂસીને માર્યા છે.દેવનાથ બાપુ વધુમા કહ્યું હતું કે, અમે ભારતીય વાયુસેનાની સાથે છીએ.
ઓપરેશન સિંદૂરમાં ધારાસભ્ય દર્શિતા શાહનું નિવેદન
ઓપરેશન સિંદૂરમાં ધારાસભ્ય દર્શિતા શાહએ પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે,'આતંકીઓને ભારતીય સેનાનો જડબાતોડ જવાબ છે'.દર્શિતા શાહે તેમના નિવેદનમાં કહ્યું હતું કે, આ આતંકીઓએ કરેલા અપમાનનો બદલો છે અને ભારતીય સેનાએ આતંકીઓના 9 ઠેકાણા નાબૂદ કર્યા છે.
બનાસકાંઠા સાંસદ ગેની બેન ઠાકોરનું મોટું નિવેદન
ભારતની સર્જીકલ સ્ટ્રાઈકને લઈને બનાસકાંઠા સાંસદ ગેની બેન ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે. ઓપરેશન સિંદૂરનું ગેનીબેન દ્વારા સ્વાગત કરાયું છે. ભારતીય સેના દ્વારા જે આતંકવાદીનો ખાતમો બોલાવવા જે કામગીરી કરવામાં આવી છે તે બદલ સાંસદ ગેનીબેન ઠાકોરે સેના તથા સરકારને શુભેચ્છા પાઠવી છે.
ગેની બેન ઠાકોરે કહ્યું હતું કે, આતંકવાદી પ્રવૃત્તિ સામે લડવા માટે વિરોધ પક્ષ હંમેશા સરકારની સાથે જ છે સેનાની સાથે જ છે. ભારતીય નાગરિકનું રક્ષણ કરવું એ સેના તેમાં સરકારને જવાબદારી છે અને તેમાં અમારો વિરોધ પક્ષ સાથે જ છીએ.
ઓપરેશન સિંદૂર પર મોટીવેશન સ્પીકરનું નિવેદન
ઓપરેશન સિંદૂર પર મોટીવેશન સ્પીકર સંજય રાવલે નિવેદન આપ્યું છે. સંજય રાવલે જણાવ્યું છે કે, સેનાના ઓપરેશનને બિરદાવુ છું, પાકિસ્તાનને સારી રીતે પાઠ ભણાવ્યો અને પહેલગામ હુમલાનો આ બદલો છે.