• સમગ્ર ગુજરાતમાં ધૂળેટીનો પર્વ ધામધૂમથી ઉજવાયો
  • શામળાજીમાં રણછોડજીને શ્વેત વાઘા પહેરાવાયા
  • વિવિધ ઇસ્કોન મંદિરમાં વિશેષ ઉજવણીનું આયોજન

સમગ્ર ગુજરાતમાં ધૂળેટીનો પર્વ ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે. જેમાં દરેક વ્યક્તિ રંગમાં રંગાઈ ગયો છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ જેવાકે અમદાવાદના જગન્નાથ મંદિર, ડાકોર, શામળાજીમાં રંગોત્સવ ચાલી રહ્યો છે. જેમાં ભક્તો ભાવવિભોર થઇ ભગવાનના સાનિધ્યમાં રંગોની હોળી રમી રહ્યાં છે.

અમદાવાદના જગન્નાથ મંદિરમાં ધૂળેટીની ઉજવણી

[[$googlead]]

નાના-મોટા સૌ કોઈ એકબીજાને રંગ લગાવી ઘૂળેટીની મજા માણી રહ્યાં છે. જેમાં અમદાવાદના જગન્નાથ મંદિરમાં ધૂળેટીની ઉજવણી થઇ છે. તેમાં ચાંદીની પિચકારીથી ભક્તોએ ધૂળેટી રમી છે. ભક્તોએ ભગવાન જગન્નાથ મંદિરમાં ધૂળેટી ઉજવી છે. તેમાં ફૂલડોલ અને રંગોથી ધૂળેટીની ભવ્ય ઉજવણી થઇ છે. 1 હજાર કિલો રંગ અને ચાંદીની પિચકારીથી ભક્તોએ વિશ્વ વિખ્યાત જગન્નાથ મંદિરમાં ધૂળેટીની ભવ્ય ઉજવણી કરી છે.

[[$alsoread]]

શામળાજીમાં રણછોડજીને શ્વેત વાઘા પહેરાવાયા

ફાગણીપૂનમનું વિશેષ મહત્વ છે. જેમાં શામળાજીમાં રણછોડજીને શ્વેત વાઘા પહેરાવાયા છે. તેમજ સુવર્ણ આભૂષણથી શણગાર કરાયો છે. ભક્તોની આસ્થા જોડાયેલી છે. સોનાની પીચકારીથી ભગવાનને હોળી રમાડાય છે. તેમાં યાત્રાધામ શામળાજીમાં ભગવાન સંગ રંગોત્સવ ઉજવાઇ રહ્યો છે. મંદિરમાં ભક્તો પણ ધૂળેટીના રંગમાં રંગાયા છે. જય શામળિયાના નાદ સાથે ભક્તો ઝૂમ્યા છે.

આજે ધૂળેટીના પર્વની મંદિરોમાં વિશેષ ઉજવણી

આજે ધૂળેટીના પર્વની મંદિરોમાં વિશેષ ઉજવણી થઇ રહી છે. જેમાં વિવિધ ઇસ્કોન મંદિરમાં વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ભગવાનને વિશેષ ફૂલોથી શૃંગાર કરાયો છે. વૃંદાવનથી મંગાવેલ વિશેષ વસ્ત્રોથી ભગવાન સજ્જ થયા છે. તેમાં ઇસ્કોન મંદિરમાં ફૂલોથી ધૂળેટી ઉજવાઇ રહી છે. તેમજ સમગ્ર દિવસ દરમ્યાન વિશેષ કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


  • Follow us on: