• ગુજરાતનું સર્વપ્રથમ મંદિર કે જે તકનીક અને આધ્યાત્મિકતાનો સંગમ કરશે

  • અંબાજી મંદિર whatsapp ચેટ બોટ આજે તમામ ભક્તોને અર્પણ કરાયું
  • દરેકને ઘરે બેઠા અંબાજી માતાજીના દર્શનનો લાભ મળશે

સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં ઇર્ન્ફ્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરી નવતર અભિગમ ચેટબોટ રાજ્યમાં પ્રથમ અંબાજી મંદિરથી શરૂઆતથી કરવામાં આવી છે, જેનાથી દરેકને ઘરે બેઠા અંબાજી માતાજીના દર્શનનો લાભ મળશે.

અંબાજીનું સર્વપ્રથમ મંદિર કે જે ઇર્ન્ફ્મેશન ટેકનોલોજીના યુગમાં આધ્યાત્મિકતા અને તકનીકનો સંગમ કરવા જઈ રહ્યું છે. જેનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયું છે.અંબાજી ઈ મંદિર દ્વારા ભક્તોને વિશ્વના કોઈપણ ખૂણાથી તેઓના મોબાઇલ મારફ્તે મંદિર અને દર્શન વ્યવસ્થા સાથે નિકટતાથી જોડાઈ શકશે. યાત્રિકો માટે કરવામાં આવતી તમામ દર્શન વ્યવસ્થા મંદિરના વિધિવિધાન નીતિ નિયમ અને મા અંબાની પૂજા અર્ચનાને સંબંધિત તમામ માહિતી હવે ફ્ક્ત એક ક્લિક મારફ્તે મેળવી શકશે. ઈ માટે whatsapp ચેક બોટ શનિવારે તમામ ભક્તોને માના પ્રસાદરૂપે અર્પણ કરવામાં આવ્યું છે. મંદિરમાં આરતીનો સમય પ્રસાદ કેન્દ્ર પાર્કિંગની સુવિધા સહિતની વ્યવસ્થાઓ અંબાજી ઇ મંદિર whatsapp એપ ચેટબોટ પરથી મેળવી શકાશે જેનો નંબર 87993 05151 છે. આ ઉપરાંત ગબ્બર જ્યોતના પણ લાઈવ દર્શન કરી શકાશે. જેમાં વિશ્વભરમાં વસતા ભક્તો હવે ઘરે બેઠા ઓનલાઈન આરતી દર્શનનો લાવો માણી શકશે. ટ્રસ્ટની ઓફિસિયલ youtube ચેનલ ઉપરથી અંબાજી ગબ્બર મંદિરના લાઈવ દર્શન થઈ શકશે.


  • Follow us on: