દ્વારકાના માધવપુરના મેળામાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે.  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 6 એપ્રિલના રોજ માધવપુર મેળાને ખુલ્લો મુકાયો હતો. આ મેળામાં 300 જેટલા સાંસ્કૃતિક કલાકારો વિવિધ કાર્યક્રમો કરી મનોરંજન પૂરુ પડશે. મેળામાં લોકોની સુરક્ષાને લઈને તંત્ર દ્વારા સઘન બંદોબસ્ત કરવામાં આવ્યો છે.  લોકો માધવપુર મેળાનો લાભ લઈ શકે માટે 35 જેટલી સરકારી બસો મૂકવામાં આવી છે. આ મેળાનું સમાપન 10 એપ્રિલે કરવામાં આવશે. 


[[$googlead]]

દ્વારકાધીશના વરઘોડાને આવકારવા ભક્તોમાં થનગનાટ

માધવપુર મેળામાં ભગવાન દ્વારકાધીશના રાણી રુકમણી સાથે વિવાહ પ્રસંગની ઉજવણી થશે.  ભગવાન દ્વારકાધીશ અને રુકમણીજી ના લગ્ન પ્રસંગનું સાક્ષી ગણાતો માધવપૂરનો મેળો મુખ્યમંત્રી દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો.  ભગવાન દ્વારકાધીશ રાણી રુકમણી સાથે લગ્ન કરી જાન લઈ દ્વારકા પધારશે ત્યારે દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશના વરઘોડાને વધાવવા માટે અઢારે વરણ થનગની રહ્યા છે. દ્વારકામાં 14 જેટલી જગ્યાએ વિવિધ સમાજ દ્વારા ભગવાનની જાનનું સ્વાગત કરવામાં આવશે જ્યારે સાજે 7 વાગે ભગવાન દ્વારકાધીશ અને રાણી રુકમણીના રથ રુકમણી મંદીર પહોંચશે. દ્વારકાધીશના રાણી રુકમણી સાથે લગ્ન કરી જાન લઈ દ્વારકા પધારશે ત્યારે દ્વારકાધીશના વરઘોડાને ભક્તો દ્વારા વધાવવામાં આવશે.

[[$alsoread]]

 સાંસ્કૃતિક વિશેષતા

ભગવાન દ્વારકાધીશ અને રુકમણીજીના લગ્ન પ્રસંગનું સાક્ષી ગણાતું માધવપૂરના મેળો છઠ્ઠી એપ્રિલે મુખ્યમંત્રી દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસ્કૃતિક વિશેષતાને એકતાના તારમાં બાંધીને ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના સાકાર કરાવી છે. માધવપુરનો મેળો આપણા સૌ માટે એક એવો અવસર છે કે, સોરઠ, ઘેડ સહિત હાલાર પંથક કૃષ્ણની ભક્તિમાં તલ્લીન થઈ જાય છે. ‘વસુધૈવ કુટુંબકમ’નો ભાવ વધુ ઉજાગર થાય છે એમ તેમણે ઉમેર્યું હતું.રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા દરવર્ષે પોરબંદર નજીકના માધવપુરમાં આ મેળાનું આયોજન કરવામાં આવે છે.


  • Follow us on: