કચ્છના ગાંધીધામમાં લાકડાનો ધંધો કરતા વેપારીઓના ત્યાં ડીજીજીઆઈના દરોડા પડયા હતા ત્યારે ટીમ્બરની 5 પેઢીઓ પર DGGIના દરોડા પડતા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો તો લાકડાનો ધંધો કરતા વેપારીના ઘરમાંથી 43 કરોડ રોકડા મળ્યા હતા જેના કારણે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.
ટેકસ ન ચૂકવ્યો હોવાની વાત સામે આવી
સમગ્ર ઘટનાને લઈ વાત કરવામં આવે તો વેપારીઓએ ટેકસ ચૂકવ્યો ન હોવાના કારણે આ દરોડા પડયા છે લાકડાનું રોકડથી વેચાણ કરી 18 ટકા ટેક્સ નહી ચૂકવી સરકારને નુકસાન કર્યુ હોવાની વાત સામે આવી છે,DGGIના દરોડામાં 37 કરોડની કરચોરી ઝડપાઈ છે તો મોડી રાતથી આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને અધિકારીઓના ધાડેધાડા ઉતરી પડયા છે.
5 પેઢીઓ પર DGGIના દરોડા
આ સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો પેઢીઓના ડિજિટલ ડેટા જપ્ત કરી કાર્યવાહી હાથધરી છે,તો વેપારીઓ પેઢીઓમાં લાકડું આયાત કરી રોકડમાં વેચાણ કરતા હતા અને તેને લઈ દરોડા પાડવામાં આવ્યા છે.અન્ય વેપારીઓ પણ આજ રીતે સીધુ લાકડું મંગાવે અને તેનું રોકડમાં વેચાણ કરતા હોવાની વાત સામે આવી છે.
15 દિવસ અગાઉ ગાંધીનગરમાં પણ પાડયા હતા દરોડા
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGI) દ્વારા ગાંધીનગરના ભાટ નજીકના એક બિલ્ડર ગ્રૂપ પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં મોટી સંખ્યામાં અધિકારીઓ જોડાયા હતી. ડીજીજીઆઇની શહેરમાં આ મોટી તપાસ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ. ગાંધીનગર, અમદાવાદ સહિત 15 જગ્યાએ તપાસની કામગીરી ચાલી રહી હતી.









